બિહારઃ રેપ બાદ પંચાયતમાં છોકરીની આબરુની કિંમત લગાવી 41 હજાર અને પછી...

બિહારઃ રેપ બાદ પંચાયતમાં છોકરીની આબરુની કિંમત લગાવી 41 હજાર અને પછી...

નાલંદાઃ બિહારના નાલંદા જિલ્લાના નૂરસરાય પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા એક ગામામં શર્મનાક મામલો સામે આવ્યો છે, જ્યાં 14 દિવસ પહેલા એક આધેડે 14 વર્ષની છોકરી પર રેપ કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી શખ્સ 13 દિવસ સુધી પીડિતા અને તેના પરિવારને મનાવવાની કોશિશ કરતો રહ્યો હતો. પરંતુ અંતે પીડિતાએ મહિલા પોલિસ સ્ટેશને આધેડ શખ્સ સામે રેપનો મામલો નોંધાવી દીધો. સાથે જ આરોપ લગાવ્યો કે આરોપી શખ્સને બચાવવા માટે પંચાયતમાં પીડિતાની કિંમત પણ લગાવવામાં આવી.

ઘરમાં ઘૂસીને આધેડે રેપ કર્યો

ઘરમાં ઘૂસીને આધેડે રેપ કર્યો

પીડિતાની ફરિયાદ મુજબ આ ઘટના 26 મેના રોજ બની હતી. તે દરમિયાન સગીર છોકરી ઘરના રૂમમાં ઉંઘી રહી હતી. પરિવારના બાકીના લોકો છ પર ઊંઘી રહ્યા હતા. તે દરમિયાન બમાશ કલિંદર પાસવાન દિવાલ કુદી ઘરમાં ઘૂસી ગયો અને ઉંઘી રહેલી છોકરી પર રેપ કરી ફરાર થઈ ગયો હતો. જો કે આ દરમિયાન પરિવારને ઘટનાને જાણ પણ નહોતી થઈ.

પંચાયતે 41 હજાર રૂપિયા આપવાની વાત કહી

પંચાયતે 41 હજાર રૂપિયા આપવાની વાત કહી

જે બાદ જ્યારે બદમાશ ઘરેથી ભાગી ગયો તો પીડિતાએ આ ઘટનાની જાણકારી તેના માતા-પિતાને આપી. જે બાદ આગલા દિવસે ગામમાં પંચાયત બોલાવવામાં આવી. જ્યાં છોકરીની કિંમત 41 હજાર લગાવવામાં આવી. જ્યારે પીડિતાના પરિવારનું કહેવું છે કે જ્યારે રેપની ઘટના બાદ પંચાયત બોલાવવામા આવી તો તે સમયે લોકોએ આરોપીને ગામથી બહાર રાખવાની માંગ કરી હતી.

પીડિતાએ ફરિયાદ નોંધાવી

પીડિતાએ ફરિયાદ નોંધાવી

પરંતુ આરોપીએ ગામથી તડીપાર થવાની ના પાડી દીધી અને સતત પંચાયત બોલાવી મામલાને દબાવવાની કોશશ કરી હતી. ત્યારે હવે પીડિતાના પરિજનોએ ફરીયાદ નોંધાવી આરોપીની ધરપકડ કરવાની માંગ કરી છે. જ્યારે મહિલા પોલીસ સ્ટેશનના ઑફિસર સીમા કુમારીએ આરપીની તપાસ પડતાલ કર્યા બાદ ધરપકડ કરવાની વાત કહી છે. જ્યારે ઘટના બાદથી આરોપી ગામ છોડીને ફરાર થઈ ગયો છે.

આરોપી ફરાર થઈ ગયો

આરોપી ફરાર થઈ ગયો

જણાવવામાં આવી રહ્યું છે કે આખી ઘટનાને લઈ સ્થાનિક પોલીસને પણ જાણકારી આપી દેવામાં આવી હતી. જ્યારે 13 દિવસ બાદ મહિલા પલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે આરોપી ઘર છોડી ફરાર થઈ ગયો. આ ઘટનાને લઈ ગામમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X