પિતાનું પાપ: સગી પુત્રીઓને અશ્લિલ ફિલ્મ બતાવી ગુજારતો હતો બળાત્કાર

જયપુર, 17 જુલાઇ: પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા અંગે જણાવવાની કોઇ જરૂરિયાત નથી પરંતુ કળિયુગમાં કેટલાક એવા પિતા છે જેમને આ પવિત્ર સંબંધને કલંકિત કરી દિધો છે. રાજસ્થાનમાં ભરતપુરના બયાનામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક હેવાન પિતાએ પોતાની સગી 5 પુત્રીઓ સાથે છેલ્લા 20 વર્ષોથી બળાત્કાર ગુજારી રહ્યો હતો. કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આ અંગે કેસ દાખલ કરી લીધો છે અને મામલાની તપાસ કરી રહી છે.

પોલીસે આરોપી પિતા અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે. પત્ની પર આરોપ છે કે તે આ ઘૃણાસ્પદ કામમાં તેની મદદ કરતી હતી. આરોપી કૃષિ વિભાફના માર્કેટિંગ જોનમાંથી નિવૃત થઇ ચૂક્યો હતો. મળતી માહિતી મુજબ આરોપીને 1 પુત્ર અને 5 પુત્રીઓ છે. લગભગ 20 વર્ષથી તે પોતાની પાંચેય પુત્રીઓ સાથે બળાત્કાર ગુજારતો હતો. જ્યારે તેની મોટી છોકરી 8મા ધોરણમાં ભણતી હતી ત્યારથી પિતાએ તેનું શારિરીક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રમાણે આરોપી એક પછી એક પોતાની બધી છોકરી સાથે બળાત્કાર ગુજારતો રહ્યો હતો.

father-rapes-daughter

વિરોધ કરવા પર પિતાએ તેમની સાથે મારપીટ શરૂ કરી દિધી. છોકરીઓ ડર અને લોકલાજના કારણે શોષણનો શિકાર થતી રહી. આ શોષણથી કંટાળીને છોકરીઓએ જ્યારે પોતાની માતાને જણાવ્યું તો તેને પોતાના પતિ યોગ્ય ગણાવ્યો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બધી છોકરીઓના લગ્ન થઇ ચૂક્યા છે પરંતુ લગ્ન પછી બધી છોકરીઓ પિયર આવે છે તો પિતા તેમની સાથે બળાત્કાર કરતો હતો.

આ પાંચ બહેનોને એકબીજા વિશે જાણ ન હતી. આ કિસ્સાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મોટી છોકરી પિયર આવી. તેની 3 વર્ષની પુત્રી હતી. પિતાએ તમામ હદો વટાવીને પોતાની પૌત્રી માસૂમ બાળકી સાથે અશ્લિલ હરકતો શરૂ કરી દિધી. આ હરકત મોટી છોકરીથી સહન ના થઇ અને તેને પોતાના પતિને બોલાવીને બધુ કહી દિધું.

તેને બધી બહેનોને બોલાવી અને પોતાના સાથે થયેલા શોષણ વિશે જણાવ્યું. બસ પછી તો બધી બહેનોએ પોતાની આપવિતી જણાવી અને પોલીસ મથકે પહોંચી ગઇ. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પોતાની પાંચેય છોકરીઓ સાથે ઘણા સમયથી બળાત્કાર ગુજારતો હતો. તે છોકરીઓને બળજબરી અશ્લિલ ફિલ્મો બતાવતો હતો. તેને બે છોકરીઓનો ગર્ભપાત આગરા અને ભરતપુરમાં કરાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X