For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના જનતા દરબારમાં એક વ્યક્તિ જીવતીં બુલેટ લઇ પહોંચ્યો

આમ આદમી પાર્ટીના મુખ્યા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલાનું ષડયંત્રની વધુ એક ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીના મુખ્યા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલાનું ષડયંત્રની વધુ એક ઘટના સામે આવી છે. કેજરીવાલના જનતા દરબારમાં એક વ્યક્તિ જીવતીં બુલેટ લઈને પહોંચી ગયો, જેને કારણે જનતા દરબારમાં હડકંપ મચી ગયો. ઘટના સામે આવ્યા પછી દિલ્હી પોલીસે તરત આરોપી યુવકની ધરપકડ કરી લીધી. ધ્યાન આપવા જેવી બાબત છે કે થોડા દિવસ પહેલા જ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો હતો. દિલ્હી સચિવાલય પર અરવિંદ કેજરીવાલ પર મિર્ચ પાવડર ફેંકવાની ઘટના સામે આવી હતી.

આ પણ વાંચો: ગુટખાના પાઉચમાં લાવ્યો મરચુ, કેજરીવાલના હુમલાખોરે શું-શું લખ્યુ ફેસબુક પર, જાણો

ખિસ્સામાં જીવતી કારતુસ

ખિસ્સામાં જીવતી કારતુસ

મળતી જાણકારી અનુસાર એક યુવક પોતાના ખિસ્સામાં જીવતી કારતુસ લઈને સીએમ કેજરીવાલના જનતા દરબારમાં પહોંચી ગયો. પરંતુ જેવી પોલીસને તેની જાણકારી મળી તેની સાથે જ પોલીસે યુવકની ધરપકડ કરી લીધી. આ યુવકની ઓળખાણ મોહમ્મદ ઇમરાન તરીકે થઇ છે. આરોપીનું કહેવું છે કે તેને જીવતી કારતુસ મસ્જિદની દાનપેટીમાં મળી છે, જેને તે પર્સમાં રાખીને ભૂલી ગયો હતો. આપને જણાવી દઈએ કે ઇમરાન મૌલાના ગ્રુપ તરફથી આવ્યો હતો, જેઓ વક્કલ બોર્ડ ઘ્વારા પગાર વધારવા માટે માંગ કરી રહ્યા છે. આ બાબતે તેઓ મુખ્યમંત્રીની મુલાકાત કરવા માટે આવ્યો હતો.

સીએમની સુરક્ષામાં એક મોટી ખામી

સીએમની સુરક્ષામાં એક મોટી ખામી

મંગળવારે બપોરે અચાનક અરવિંદ કેજરીવાલ પર એક વ્યક્તિએ હુમલો કર્યો. તે વ્યકતિએ સીએમના ચશ્મા ખેંચીને તેમની આંખોમાં મરચાનો પાવડર નાખવાની કોશિશ કરી. આ ઘટનાને સીએમની સુરક્ષામાં એક મોટી ખામી તરીકે જોવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ આ મામલે વાત કરતા જણાવ્યું કે જયારે અરવિંદ કેજરીવાલ પોતાની ચેમ્બરથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ એક વ્યક્તિએ વાત કરવા માટે તેમને રોક્યા.

હું તને ગોળી મારવા આવ્યો છું

હું તને ગોળી મારવા આવ્યો છું

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ આગળ જણાવ્યું કે આરોપી વ્યક્તિએ પહેલા અરવિંદ કેજરીવાલના ચશ્મા ખુંચવ્યા અને તેમની આંખોમાં લાલ મરચાનો પાવડર નાખવાની કોશિશ કરી. તે વ્યક્તિએ અરવિંદ કેજરીવાલને જણાવ્યું કે, 'હું તને ગોળી મારવા આવ્યો છું, હું ફેસબૂક ઘ્વારા પહેલા જ આ વાત જણાવી પણ ચુક્યો છું', પરંતુ સુરક્ષાકર્મીઓ ઘ્વારા તેને પકડી લેવામાં આવ્યો. આરોપી માચીસની ડબ્બીમાં ચીલી પાવડર લઈને આવ્યો હતો.

English summary
Man reaches to Arvind Kejriwal Janta Darbar with live bullet arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X