• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચલાન કપાતાં નારાજ થઈ બાઈક સળગાવનાર શખ્સ ગુનેગાર, થઈ શકે આ સજા

|

નવી દિલ્હીઃ દિલ્હીમાં એક શખ્સે 11000 રૂપિયાનું ચલાન કપાતા નારાજ થઈ પોતાની બાઈકમાં આગ લગાવી દીધી. પરંતુ કદાચ એને નશાની હાલતમાં ખબર પણ નહિ હોય કે તેણે જે કૃત્ય કર્યું છે તે ટ્રાફિક નિયમના ઉલ્લંઘનથી પણ મોટો ગુનો છે. સાર્વજનિક જગ્યાએ પેટ્રોલથી બાઈક સળગાવી તેણે અન્યોના જીવને પણ ખતરાનાં નાખી દીધા છે અને પોલીસે જે સંકેત આપ્યા છે તે આ તરફ જ ઈશારો કરી રહ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ િસચિફ બાય એક્સપ્લોઝિવ સબ્સટાનસેઝ અંતર્ગત ગુનો દાખલ કરવાના સંકેત આપ્યા છે. તે શખ્સે પૂછપરછમાં દારૂ પીવાની વાત પણ કબૂલી છે.

11000નું ચલાન કપાતાં નારાજ થયો હતો શખ્સ

11000નું ચલાન કપાતાં નારાજ થયો હતો શખ્સ

ઘટના દિલ્હીના શેખ સરાઈ વિસ્તારની છે. ગુરુવારે સાંજે ત્રિવેણી કોમ્પ્લેક્સ પાસે પોલીસે રાકેશ નામના એક શખ્સને બાઈકના પેપર્સ દેખાડવા કહ્યું પરંતુ તેણે પોલીસને પેપર્સ દેખાડવાની ના પાડી દીધી. તેણે દારૂ પી રાખ્યો હતો અને હેલમેટ વિના બાઈક પણ ચલાવી રહ્યો હતો. રોકવા પર તે વારંવાર પૂછવા લાગ્યો કે કોર્ટમાં કેટલાનું ચલાન ભરવાનું થશે. પોલીસે તેને કહ્યું કે તેણે ઓછામાં ઓછું 11000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જ્યારે તેને બદલાયેલ નિયમોનો હવાલો આપ્યો તો તે ભડકી ગયો અને એટલો નારાજ થયો કે પોતાની જ બાઈકમાં આગ લગાવી દીધી. તેણે કહ્યું કે 15000 રૂપિયામાં બાઈક ખરીદી છે તો 11000 દંડ કેમ ભરું? ત્યારે પોલીસે તેને નશામાં ગાડી ચલાવવા બદલ 10,000 રૂપયા અને હેલમેટ વિના બાઈક ચલાવવા માટે 1000 રૂપિયાનું કોર્ટ ચલાન કાપ્યું અને બાઈક જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી.

બાઈક જપ્ત ન થાય એટલે આગ લગાવી

બાઈક જપ્ત ન થાય એટલે આગ લગાવી

દંડ ન આપવા પર પોલીસે આરોપીને કહ્યું કે તે પોતાનું બજાજ પલ્સર બાઈકની ચાવી છોડી દે અને ત્યાંથી હટી જાય. તે દરમિયાન તે પાછળથી બાઈક પાસે પહોંચી ગયો અને ટાંકીમાંથી પેટ્રોલની પાઈપ કાઢી લાઈટરથી તેમાં આગ લગાવી દીધી. બાદમાં તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. જતાં જતાં તે કહેતો ગયો કે તેની બાઈક જપ્ત થઈ જતી અને આ તેને બિલકુલ મંજૂર નહોતું. માટે તેણે બાઈકમાં આગ લગાવી દીધી.

કેમ ગુનો મોટો છે?

કેમ ગુનો મોટો છે?

દિલ્હી પોલીસ મુજબ આરોપી રાકેશના રક્તમાં નક્કી માપદંડથી 7 ગણા વધુ આલ્કોહોલ મળ્યો હતો. દિલ્હી પોલીસના એડિશનલ ડીસીપી મુજબરક્તમાં આલ્કોહોલની માત્રા 30એમજી/100એમએલ છે, જ્યારે રાકેશના સેમ્પલમાં તેની માત્રા 200એમજી/100 એમએલ મળી. પૂછપરછમાં તેણે માન્યું કે બાઈકથી ઘરે પરત ફરતા પહેલા તેણે મિત્રો સાથે બહુ દારૂ પી લીધો હતો. ટીઓઆઈ મુજબ પોલીસ તેના પર મિચચિફ બાય એક્સપ્લોઝિવ સબ્સટાનસેઝની કલમ અંતર્ગત કેસ નોંધી રહી છે. ઉલ્લેખનીય છે કે આઈપીસીની કલમ 436 અંતર્ગત આ અતિ ગંભીર ગુનો છે, જેમાં 10 વર્ષ કે તેનાથી પણ વધુ સજાનું પ્રાવધાન છે. એટલું જ નહિ આ એક બિનજામીનપાત્ર ગુનો છે.

વાહ/ પાંચમા ધોરણમાં ભણતાં ભૂલકાંએ વૃક્ષો વાવીને ઉજવ્યો જન્મદિવસ

English summary
man set fire on bike can be punished for 10 years imprisonment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more