મોબાઇલ છાતી પર મૂકી ઊંઘી ગયો વૃદ્ધ, રાત્રે બ્લાસ્ટ થયો

યુપીમાં સોનભદ્રામાં એક મોબાઇલ વિસ્ફોટનો કાળજું કંપાવી નાખે તેવો કેસ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે એક વૃદ્ધ મોબાઇલ છાતી પર મૂકી ઊંઘી ગયો હતો.

યુપીમાં સોનભદ્રામાં એક મોબાઇલ વિસ્ફોટનો કાળજું કંપાવી નાખે તેવો કેસ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે એક વૃદ્ધ મોબાઇલ છાતી પર મૂકી ઊંઘી ગયો હતો. અચાનક મોબાઇલ વિસ્ફોટ થયો, જેનાથી ત્યાં જ વૃદ્ધનું પીડાદાયક મૃત્યુ થઇ ગયું. વિસ્ફોટથી વૃદ્ધની છાતીમાં કાણું થઇ ગયું.

આ પણ વાંચો: બંદૂકનો શોખ ભારે પડ્યો, ભૂલથી પોતાના જ પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચાલી

એલાર્મ મૂકી છાતી પર મોબાઈલ મૂકીને ઊંઘી ગયો વૃદ્ધ

એલાર્મ મૂકી છાતી પર મોબાઈલ મૂકીને ઊંઘી ગયો વૃદ્ધ

આ કેસ શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપુરનો છે. અહીં રહેતા રામજતન પટેલે મોબાઇલમાં સવારનું અલાર્મ મૂક્યું અને ફોન છાતી પર મૂકીને જ સૂઈ ગયા. માહિતી મુજબ, રાત્રે ત્રણ વાગ્યે, ઓરડામાંથી મોટેથી અવાજ આવ્યો હતો. પરિવારના સભ્યો ઓરડામાં પહોંચ્યા અને તેમના હોશ ઉડી ગયા. મોબાઈલનો પાછળનો ભાગ વિખરાયેલો હતો અને કેટલાક ભાગ છાતીમાં ઘુસી ગયા હતા, જેનાથી છાતીમાં એક જગ્યાએ કાણું પડી ગયું હતું.

મોબાઇલ વાઈબ્રેશનમાં સતત ઊંઘતા હતા

મોબાઇલ વાઈબ્રેશનમાં સતત ઊંઘતા હતા

પરિવારએ કહ્યું કે રામજતન મોબાઇલ વાઈબ્રેશનમાં સતત ઊંઘતા હતા અને સવારનું એલાર્મ પણ મુકતા હતા. વિસ્ફોટમાં રામજતનની છાતીમાં કાણું પડી ગયુ હતું અને છાતી બળી ગઈ હતી. મોબાઇલની બેટરી બ્લાસ્ટ થવાના કારણે વિખરાયેલી પડી હતી.

પોલીસ શું કહે છે

પોલીસ શું કહે છે

માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કેસની તપાસ કર્યા પછી, પંચનામા કરાવીને, મૃતદેહને અંતિમવિધિ કરવા માટે પરિવારજનોને સોંપી દીધો. ચોકી અધ્યક્ષ ભુનેશ્વર પાંડેના જણાવ્યા પ્રમાણે, પરિવારના સભ્યો પાસેથી જાણવા મળ્યું હતું કે તે વ્યક્તિ મોબાઈલ પર એલાર્મ મૂકીને મોબાઈલ છાતી પર મૂકી સૂઈ ગયો હતો. મળસ્કે મોબાઇલ બ્લાસ્ટ થઇ ગયો, જેનાથી તેની છાતીમાં કાણું પડી ગયું હતું, તે મૃત્યુ પામ્યો છે. પરિવારો અને ગ્રામજનોની ઇચ્છા પર પંચનામા પછી મૃતદેહને પરિવારના લોકોને સોંપવામાં આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X