ગર્લફ્રેન્ડ ન હોવાથી દુઃખી વ્યક્તિએ ધારાસભ્યને લખ્યો પત્ર, કહ્યુ - દારૂડિયાઓ પાસે છે પ્રેમિકા, મારી કેમ નહિ?
એક વ્યક્તિએ પોતાના માટે સ્થાનિક ધારાસભ્ય પાસે એક ગર્લફ્રેન્ડની માંગ કરી છે.
મહારાષ્ટ્રઃ રાશન, નોકરી, ગરીબી, આર્થિક મદદ જેવી કોઈ પણ મદદની જરૂર હોય તો જનતા પોતાના જનપ્રતિનિધિની મદદની અપેક્ષા રાખે છે. ઘણા લોકો પોતાના નેતાને પત્ર લખીને સમસ્યા વિશે જણાવે છે અને અમુક લોકો પોતાની માંગને લઈને ઘરણા પર બેસી જાય છે પરંતુ મહારાષ્ટ્રમાં એક યુવકે ધારાસભ્ય પાસે કંઈક એવુ માંગી લીધુ જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયુ છે. વાસ્તવમાં, આ વ્યક્તિએ પોતાના માટે સ્થાનિક ધારાસભ્ય પાસે એક ગર્લફ્રેન્ડની માંગ કરી છે.

ધારાસભ્ય પાસે વ્યક્તિએ કરી વિચિત્ર માંગ
આ વિચિત્ર માંગ મહારાષ્ટ્રના રાજુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સુભાષ ઘોટે પાસે આવી છે. સોમવારે સાર્વજનિક થયેલો પત્ર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિધાનસભા વિસ્તારના નિવાસી ભૂષણ રાઠોડે સુભાષ ઘોટેને લખેલા પક્ષમાં કહ્યુ કે તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી, તેના તરફ કોઈ છોકરી જોતી પણ નથી અને તેને કોઈ ભાવ આપતી નથી. માટે તેણે આ અંગે ધારાસભ્યને હસ્તક્ષેપ કરીને તેની મદદ કરવાની માંગ કરી છે.

કાળા-કૂબડાઓની પણ હોય છે ગર્લફ્રેન્ડ
વાયરલ થઈ રહેલા પત્રમાં ભૂષણ રાઠોડે આગળ લખ્યુ છે કે કોઈ પણ છોકરી તેની ગર્લફ્રેન્ડ બનવા માટે તૈયાર નથી માટે તેની મદદ કરવામાં આવે. રાજૌરા ગામમાં રહેતો ભૂષણ કામ માટે રોજ રાજૌરા-ગડચંદૂર આવે-જાય ચછે. તેણે પત્રમાં લખ્યુ કે દારુ વેચનારાની પ્રેમિકા છે. ત્યાં સુધી કાળા-કૂબડાઓની પણ ગર્લફ્રેન્ડ છે પરંતુ મારી એક પણ નથી. હું અનુરોધ કરુ છુ કે તમે પોતાના વિધાનસભા વિસ્તારની યુવતીઓને મારી પ્રેમિકા બનવા માટે કહો.

નારાજ થયા ધારાસભ્ય સુભાષ ઘોટે
સોશિયલ મીડિયા પર હવે આ વ્યક્તિનો પત્ર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને શેર કરીને જોરદાર મઝા લઈ રહ્યા છે. આ તરફ ધારાસભ્ય સુભાષ ઘોટેએ પત્ર માટે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે અમે અહીં જનતાને સેવા માટે બેઠા છે. જો કોઈ યોગ્ય સમસ્યા લઈને અમારી પાસે આવે તો તેની મદદ કરવામાં આવે છે. આવા પત્ર લખીને સમય બરબાદ કરવાની કોશિશ કરી છે. અમે એ યુવકને શોધી રહ્યા છે અને મળવા પર આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
