For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હની ટ્રેપ કેસઃ કોંગ્રેસ નેતાનુ વિચિત્ર નિવેદન, 'આનુ મોટુ કારણ એ છે કે RSSના લોકો લગ્ન નથી કરતા'

એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારા પણ શ્વાસ એ જ રીતે અટકી જશે જેમ ઘટના દરમિયાન હાજર લોકોના શ્વાસ અટકી ગયા હતા.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના બહુ ચર્ચિત હની ટ્રેપ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં રાજ્યના એક ડઝન મોટા અધિકારીઓ અને 8 પૂર્વ મંત્રીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. હવે કોંગ્રેસી નેતા માનક અગ્રવાલે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતા કહ્યુ કે આ બધુ શિવરાજજીના સમયથી શરૂ થયુ. આમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા શામેલ છે.

manak agrawal

મધ્ય પ્રદેશ હની ટ્રેપિંગ કેસ પર કોંગ્રેસ નેતા માનક અગ્રવારે શુક્રવારે કહ્યુ કે એસઆઈટી તપાસ કરી રહી છે. આ બધુ શિવરાજજીના સમયથી શરૂ થયુ. આમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા શામેલ છે. આ હવે 5-6 રાજ્યો સુધી ફેલાઈ ગયુ છે. માનક અગ્રવાલે આરએસએસને નિશાન બનાવતા કહ્યુ કે આનુ એક સૌથી મોટુ કારણ એ છે કે આરએસએસના લોકો લગ્ન નથી કરતા. આરએસએસના લોકોએ લગ્ન કરવા જોઈએ. મોહન ભાગવતે પણ લગ્ન કરવા જોઈએ.

દેશનુ સૌથી મોટુ બ્લેકમેલિંગ સેક્સ સ્કેન્ડલ કહેવાતા આ કેસ સાથે જોડાયેલી 4000 ફાઈલો તપાસ એજન્સીઓને મળી ચૂકી છે અને ફાઈલોના મળવાનો સિલસિલો હજુ ચાલુ છે. તપાસ કરી રહેલા અધિકારીઓને અને મહિલાઓ પાસેથી જપ્ત કરાયેલ લેપટોપ અને મોબાઈલ ફોનમાં લગભગ ચાર હજાર ફાઈલો મળી છે. આમાં ઘણી અશ્લીલ ચેટના સ્ક્રીનશૉટ, અધિકારીઓના અશ્લીલ વીડિયો, સમાધાન કરનાર અધિકારીઓના વીડિયો અને ઑડિયો ક્લીપ મળ્યા છે. આ ઑડિયો અને વીડિયો ક્લિપમાં મોટી સંખ્યામાં કથિત રીતે અધિકારીઓ, મંત્રી અને પૂર્વ સાંસદો શામેલ છે.

બુધવારથી એસઆઈટીએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. ટીમના અધ્યક્ષ સંજીવ શમી બનાવવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે તપાસ આગળ વધવા સાથે જ આ દેશનુ સૌથી મોટુ સેક્સ સ્કેન્ડલ સાબિત થઈ શકે છે. ફોરેન્સિક વિશેષજ્ઞની ટીમ મહિલાઓ પાસેથી જપ્ત કરાયેલ લેપટોપ અને મોબાઈલ ફોનની સતત તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધી આમાંથી ચાર હજાર વીડિયો અને ઑડિયા ક્લિપ્સ કાઢવામાં આવી ચૂકી છે. હનીટ્રેપમાં વરિષ્ઠ અધિકારીઓથી લઈને જૂનિયર પ્રોજેક્ટ એન્જિનિયર, ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓની લાંબી યાદી છે.

આ પણ વાંચોઃ પ્લેનમાં મહિલા કરી રહી હતી એવુ કામ કે બધા ચોંકી ગયા, વીડિયો વાયરલઆ પણ વાંચોઃ પ્લેનમાં મહિલા કરી રહી હતી એવુ કામ કે બધા ચોંકી ગયા, વીડિયો વાયરલ

English summary
Manak Agarwal on honey trapping issue One of biggest reasons for this is that RSS people do not marry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X