For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂખથી 3 બાળકીના મોત પર કેજરીવાલ સરકારનું કડક વલણ, માંગ્યો રિપોર્ટ

દિલ્હીના મંડાવલી વિસ્તારમાં 8 વર્ષની શિખા, 4 વર્ષની માનસી અને 2 વર્ષની પારુલનું મંગળવારે શંકાસ્પદ સ્થિતિમાં મોત થયુ હતુ. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ત્રણેના મોતનું કારણ ભૂખ જણાવવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મંડાવલી વિસ્તારમાં 8 વર્ષની શિખા, 4 વર્ષની માનસી અને 2 વર્ષની પારુલનું મંગળવારે શંકાસ્પદ સ્થિતિમાં મોત થયુ હતુ. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ત્રણેના મોતનું કારણ ભૂખ જણાવવામાં આવ્યુ ત્યારબાદ રાજધાની હચમચી ગઈ. આ મામલે દિલ્હી સરકારે ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા છે. વળી, આ અંગે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું પણ નિવેદન આવ્યુ છે.

manish sisodiya

ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ કે 25,000 રૂપિયાની તત્કાલ નાણાંકીય મદદ આપવામાં આવી છે અને બાળકીઓની મા ને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે અને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે તેમને યોગ્ય સારવાર મળે. તેના પિતાના પાછા આવ્યા બાદ નાણાંકીય મદદ આપવામાં આવશે. સિસોદિયાએ કહ્યુ કે આપણી સિસ્ટમ ફેલ થઈ છે. તેમણે ICDS પાસેથી રિપોર્ટ માંગ્યો છે કે આ બાળકો રેકોર્ડમાં હતા કે નહિ. અને જો તે રેકોર્ડમાં હતા તો તેમની મદદ કેમ કરવામાં ના આવી.

વળી, દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલિસને ત્રણ બાળકીઓના મોત મામલે કાલ સુધીમાં રિપોર્ટ આપવાનું કહ્યુ છે. જો કે દિલ્હી પોલિસે પહેલા સામાન્ય મોતની વાત કહી હતી પરંતુ બાદમાં ફરીથી મેડીકલ તપાસ કરાવવામાં આવી. ત્યારબાદ પોસ્ટમોર્ટમના રિપોર્ટથી ખુલાસો થયો કે બાળકીઓએ કેટલાય દિવસથી કંઈ પણ ખાધુ નહોતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે આઠ દિવસોથી બાળકોએ કંઈ ખાધુ નહોતુ.

English summary
Mandawali three minors death case: Manish Sisodia says immediate financial aid of Rs 25,000 given to family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X