નીતિશ કુમારને મણિપુરમાં મોટો ઝટકો, છમાંથી પાંચ જેડીયુ ધારાસભ્ય ભાજપમાં થયા સામેલ

મણિપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા દળ(યુનાઇટેડ)ના છથી પાંચ ધારાસભ્યો શુક્રવારે સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા.

ઈમ્ફાલઃ મણિપુરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા દળ(યુનાઇટેડ)ના છથી પાંચ ધારાસભ્યો શુક્રવારે સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા. મણિપુર વિધાનસભા સચિવાલયના એક નિવેદન અનુસાર શુક્રવારે જનતા દળ (યુનાઇટેડ)ના પાંચ ધારાસભ્યો સત્તાધારી પક્ષ ભાજપમાં ભળી ગયા. નવ વર્ષમાં બીજી વાર પાર્ટી સાથે ગઠબંધન તોડ્યાના સપ્તાહો બાદ આ રાજકીય હલચલ થઈ છે.

nitish

વિધાનસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ મણિપુર વિધાનસભાના અધ્યક્ષે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ જેડીયુના પાંચ ધારાસભ્યોના ભાજપ સાથે વિલીનીકરણને સ્વીકારીને ખુશી વ્યક્ત કરી છે. મણિપુર વિધાનસભા સચિવ કે મેઘજીત સિંહ દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે સ્પીકરે જેડીયુના પાંચ ધારાસભ્યોના ભાજપ સાથે વિલીનીકરણને સ્વીકાર્યુ છે. પક્ષ બદલનાર ધારાસભ્યોની સંખ્યા કુલના બે તૃતીયાંશ કરતા વધુ હોવાથી તેમની સ્વિચ માન્ય ગણવામાં આવશે. જે પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમના નામ છે બી. જોયકિશન સિંહ, નગુરસંગલુર સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, થંગજામ અરુણકુમાર અને એલએમ ખોટે.

તમને જણાવી દઈએ કે એલએમ ખોટે અને અરુણકુમારે અગાઉ ભાજપ માટે વિધાનસભા ચૂંટણી લડવાની માંગ કરી હતી પરંતુ પાર્ટી દ્વારા નકારવામાં આવતા તેઓ JDUમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 60 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 32 બેઠકોની બહુમતી મેળવી હતી. જેના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવ્યા હતા. વળી, જેડી(યુ)એ વિધાનસભા ચૂંટણીમાં 38માંથી છ બેઠકો જીતી હતી. 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા ધરાવતા JD(U) અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે મોટો આંચકો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X