Manipur Violence: મણિપુરમાં શું છે અમિત શાહની Peace Theory? અહીં સમજો
Manipur Violence: મણિપુર છેલ્લા ત્રણ મહિનાથી જાતીય હિંસાથી ત્રસ્ત છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યુ છે. શાળા-કૉલેજો, દુકાનો, ઉદ્યોગ-ધંધા બધુ ઠપ્પ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે 29 મેના રોજ મણિપુરની રાજધાની ઈમ્ફાલ પહોંચ્યા હતા.
અમિત શાહે અહીં મુખ્યમંત્રી બિરેન સિંહ અને રાજ્ય કેબિનેટ સાથે અનેક રાઉન્ડની બેઠકો કરી હતી. રાજ્યપાલ અને રાજ્ય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી અને આમાં સામેલ બધા પક્ષોની વાત સાંભળીને 'શાંતિ સિદ્ધાંત'ની વાત કરી. અમિત શાહે અહીં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી.

તમને જણાવી દઈએ કે મણિપુરમાં ત્રણ મેના રોજ હિંસા શરુ થઈ. કુકી સમાજના લોકોએ મૈતેઈ સમાજના અનામતને લઈને વિરોધ શરુ કર્યો, જે બાદમાં હિંસક થતો ગયો. આ દરમિયાન ઉગ્રવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબાર થયો, જેમાં મરનારની સંખ્યા 80 થઈ ગઈ છે. આ હિંસામાં ઘણા ઘરોમાં આગ પણ લગાવાઈ અને લગભગ 35 હજાર લોકો વિસ્થાપિત થઈ ગયા.
શું છે અમિત શાહનો 'પીસ પ્લાન'
મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી બેઠકો કરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ અને વિપક્ષી દળો સાથે મૈતેઈ અને કુકી સમાજના લોકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. અમિત શાહે સોમવારે ઈમ્ફાલ પહોંચી રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી. મંગળવારે તેમણે અધિકારીઓને કડક નિર્દેશ આપ્યા કે હિંસામાં સામેલ લોકો સામે કડક પગલાં લેવામાં આવે. ત્યારબાદ બુધવારે ભારત-મ્યાંમાર સીમા પર સ્થિત મણિપુરના મોરેહની મુલાકાત લીધી અને કુકી સમાજના લોકોને મળ્યા.
આ ઉપરાંત તેમણે સુરક્ષા ઉપાયોની પણ સમીક્ષા કરી. વળી, અમિત શાહ કાંગપોકપી જિલ્લામાં પણ ગયા અને વિવિધ સંગઠનો સાથે મુલાકાત કરી. શાહે બુધવારે સાંજે સર્વપક્ષીય બેઠક પણ બોલવી. અમિત શાહ શાંતિ સ્થાપવા માટે આ રીતે કરી રહ્યા છે પ્રયાસ.
- સુરક્ષા અધિકારીઓ સાથે સતત બેઠકો કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી.
- મૈતૈઈ અને કુકી સમાજના લોકો સાથે સતત વાતચીત.
- હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાવવો.
- હિસામાં માર્યા ગયેલા લોકોના પીડિત પરિવારો માટે વળતરનુ એલાન.
આ ઉપરાંત મણિપુરમાં સરકાર તરફથી લોકોને રોજિંદી વસ્તુઓની આવક સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી બિરેન સિંહે લોકોને અપીલ કરી છે કે તે રોજિંદા સામાનની આવક અને સુરક્ષાબળોના રસ્તાને પ્રભાવિત ન કરે.
અમિત શાહે કહ્યું કે મણિપુર સરકાર DBT દ્વારા મૃતક પીડિતોના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાનું વળતર આપશે. કેન્દ્ર સરકાર DBT દ્વારા મૃતક પીડિતોના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયાનું વળતર પણ આપશે. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યમાં હિંસાનો ભોગ બનેલા લોકોને સહાય પૂરી પાડવા માટે મણિપુરમાં 20 ડોક્ટરો સહિત તબીબી નિષ્ણાતોની 8 ટીમો પ્રદાન કરી છે.
અમિત શાહે મણિપુરના નાગરિકોને ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જે પણ SOO કરારનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હથિયારો રાખનારાઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. આવતીકાલથી કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવશે અને જો કોઈ પાસે હથિયારો મળશે તો મોટી કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
