Manipur Violence: અમુક કલાકો માટે કર્ફ્યુમાં ઢીલ, લોકોને એકઠા થવા પર રોક
Manipur Violence: મણિપુરમાં ફરીથી શરુ થયેલી હિંસાને કારણે સરકારે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દીધો હતો. જો કે, આજે એટલે કે 26મી મેના રોજ તેમાં રાહત આપવામાં આવી હતી. જેના કારણે લોકો ઘરની બહાર આવીને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા હતા. જો કે, લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ છે.
મળતી માહિતી મુજબ, પ્રશાસને પૂર્વ અને પશ્ચિમી મણિપુરમાં સવારે 5 વાગ્યાથી 12 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, થોડા કલાકો માટે છૂટછાટ આપવામાં આવી હતી જેથી કરીને લોકો તેમના ઘર માટે સામાન અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદી શકે.

દવાઓ અને ખાદ્ય પદાર્થોનો પુરવઠો ચાલુ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે છૂટછાટ દરમિયાન લોકોને એક જગ્યાએ એકઠા થવાની મંજૂરી નથી. માહિતી મુજબ મણિપુરમાં બુધવારે ફરી હિંસા ભડકી ઉઠી છે. આ દરમિયાન બદમાશોએ ઇમ્ફાલમાં મંત્રીના ઘરની પણ તોડફોડ કરી હતી. બીજી તરફ, બિષ્ણુપુર જિલ્લામાં એક શંકાસ્પદ આતંકવાદીએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા.
ઘટના બાદ તરત જ પ્રશાસને બિષ્ણુપુર, ઈમ્ફાલ ઈસ્ટ, ઈમ્ફાલ પશ્ચિમ અને જીરીબામ જિલ્લામાં કર્ફ્યુ લાદી દીધો હતો. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મંગળવારે રાત્રે ત્રાંગલોબી અને બિષ્ણુપુર જિલ્લામાં કેટલાક ઘરોમાં આગ લાગી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુર હિંસા અંગે ગંભીર છે, તેથી તેઓ ટૂંક સમયમાં રાજ્યની મુલાકાત લેશે. તેઓ ત્યાં બે-ત્રણ દિવસ રોકાશે અને સ્થિતિ જાણશે. બીજી તરફ શાહે ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે મણિપુર હિંસા પર પહેલીવાર નિવેદન આપ્યુ. તેમણે કહ્યું કે હાઈકોર્ટના આદેશને કારણે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ મણિપુર હાઈકોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.












Click it and Unblock the Notifications
