Manipur Violence : રાહુલ ગાંધીએ ચુરાચાંદપુરમાં પીડિતો સાથે મુલાકાત કરી, મોઇરાંગ જવાની પરવાનગી ન નળી
મણિપુરની બીજેપી સરકારની નિષ્ફળતા અને કેન્દ્ર સરકારની ઢીલી નીતિને કારણે મણીપુરમાં સતત હિંસા જોવા મળી રહી છે. આ હિંસામાં 100 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે રાહુલ ગાંધી પીડિતોની મુલાકાતે પહોંચ્યા છે.
મણિપુર પહોંચેલા રાહુલ ગાંધીના કાફલાને પોલીસે ઇમ્ફાલથી 20 કિમી દૂર રોક્યો હતો. કાફલો રોકાયો ત્યારે રાહુલ ગાંધી ચુરાચાંદપુરમાં હિંસાનો ભોલ બનેલા પીડિતો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા હતા. જો કે ત્યારબાદ આખરે કાફલો આગળ વધ્યો હતો.

મણિપુર પોલીસે હુમલાના ડરથી રાહુલ ગાંધીને ચુરાચંદરપુર રોડ પરથી જતા રોક્યા હતા. આખરે થોડીવારના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ઇમ્ફાલ પરત ફર્યા હતા. અહીં પહોંચ્યા બાદ ત્યાંથી રાહુલ ગાંધી ચુરાચંદપુરની એક શાળામાં સ્થાપિત રાહત શિબિરમાં પીડિતોને મળ્યા અને હાજર બાળકો સાથે ભોજન લીધું.
મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ કીશમ મેઘચંદ્રએ જણાવ્યુ કે, રાહુલ ગાંધીની મોઇરાંગની મુલાકાત રદ કરવામાં આવી છે. વહીવટીતંત્રે તેમને કોઈપણ માર્ગે મોઇરાંગ આવવાની મંજૂરી આપી નથી.
તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હિંસા પ્રભાવિત લોકોને માત્ર ચુરાચંદપુરમાં જ મળી શક્યા. તે ઈમ્ફાલ પરત ફરી રહ્યા છે અને ત્યાં રાત વિતાવશે. તે આવતીકાલે નિર્ધારિત તેમની મુલાકાતો ચાલુ રાખી શકશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
VIDEO | Congress leader Rahul Gandhi shares lunch with children at a relief camp set up at a school in Churachandpur, Manipur. pic.twitter.com/ikzNZGJXG6
— Press Trust of India (@PTI_News) June 29, 2023
રાહુલ ગાંધીનો કાફલો રોકવા મુદ્દે બિષ્ણુપુર એસઆરપી હિસ્નામ બલરામ સિંહે કહ્યું હતું કે, સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે તેમને આગળ વધતા અટકાવ્યા હતા અને તેમને હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર જવાની સલાહ આપી હતી. પહાડી વિસ્તારોમાં જતા વીઆઈપી પર ગ્રેનેડ હુમલો થવાની સંભાવના છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે તેમને આગળ વધતા રોક્યા.












Click it and Unblock the Notifications
