રાહુલ ગાંધીના કાફલા પર ગ્રેનેડ એટેકનુ જોખમઃ, હેલીકૉપ્ટરથી જવાની સલાહ, કાફલો રોકવા પર પોલીસે કહ્યુ
Manipur: પૂર્વોત્તરના મહત્વના રાજ્ય મણિપુરમાં હિંસા હજુ ચાલુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણા સમય પહેલા ત્યાં સેના અને અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા હતા, પરંતુ હજુ પણ સ્થિતિ જેમની તેમ છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુરુવારે રાજ્ય પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી હિંસા પીડિતોને મળવા જઈ રહ્યા હતા પરંતુ તેમને બિષ્ણુપુરમાં અટકાવવામાં આવ્યા. તે ઈમ્ફાલ એરપોર્ટ પર પાછા જઈ રહ્યા છે, ત્યાંથી તે હેલિકોપ્ટર દ્વારા પૂર્વ નિર્ધારિત સ્થળ પર જશે. જો કે, કોંગ્રેસના કાર્યકરો તેમને રોકવાના કારણે નારાજ છે અને તેઓએ ઘણી જગ્યાએ પ્રદર્શન કર્યું હતું.

આ મામલે બિષ્ણુપુરના એસપી હેસનમ બલરામ સિંહે કહ્યું કે ધરાતલ પર સ્થિતિને જોતા અમે તેમને (રાહુલ ગાંધી)ને આગળ વધતા રોક્યા. તેમજ તેમને હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર જવાની સલાહ આપી હતી. જે રૂટ પરથી તેમનો કાફલો જવાનો હતો ત્યાં ગ્રેનેડ હુમલાનો ખતરો છે. તેથી તેમને મંજૂરી આપવામાં આવી ન હતી.
સરકારના તમામ પ્રયાસો છતાં રાજ્યમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન, ગુરુવારે સવારે 5.30 વાગ્યાની આસપાસ અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. આના પર આસામ રાઈફલ્સના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
આ મામલામાં સેનાના એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક લોકોએ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો. જેના પર જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જેથી તે ભાગી ગયા હતા. જોકે થોડા સમય બાદ ગોળીબાર બંધ થઈ ગયો હતો. આ ઘટનામાં જાનહાનિના સમાચાર છે.
તમને જણાવી દઈએ કે મણિપુરમાં 3 મેથી હિંસાનો દોર ચાલી રહ્યો છે. જેમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ઘણી વખત વંશીય હિંસા થઈ હતી. આ દરમિયાન ત્યાંના ઉગ્રવાદી સંગઠનો પણ ખૂબ સક્રિય છે. તેઓ સુરક્ષા દળો પર સતત હુમલા કરી રહ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.












Click it and Unblock the Notifications
