મનીષ કશ્યપ તમિલનાડુ પોલીસની કસ્ટડીમાં 14 દિવસના રિમાન્ડ પર, પટના સ્પેશિયલ કોર્ટે આદેશ આપ્યો

બિહાર અને તમિલનાડુ વચ્ચે મજુરોને માર મારવા બાબતે વિવાદ ઉભો કરાવનાર યુટ્યુબર મનીષ કશ્યપને હવે તમિલનાડુ પોલીસે તેની કસ્ટડીમાં લીધો છે. પટના સ્પેશિયલ કોર્ટે તેને 14 દિવસના રિમાન્ડ પર તમિલનાડુ પોલીસને સોંપવાનો નિર્ણય કર્યો છે. સ્પેશિયલ કોર્ટમાં તમિલનાડુ પોલીસે રિમાન્ડની માંગ કરી હતી. જેને સ્વીકારતા હવે તેને તમિલનાડુ લઈ જવાયો છે.
આ પહેલા બિહાર પોલીસની ઇકોનોમિક ઓફેન્સ યુનિટે મનીષ કશ્યપની 5 દિવસ સુધી પૂછપરછ કરી હતી. જો કે હજુ મનીષ કશ્યપનો મોબાઈલ મળ્યો નથી, જેના દ્વારા કથિત રીતે તમિલનાડુ સાથે સંબંધિત નકલી વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ મનીષ કશ્યપને સોમવારે EOU સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયો હતો.
આદેશ બાદ તમિલનાડુ પોલીસ પૂછપરછ માટે મનીષ કશ્યપ સાથે તમિલનાડુ રવાના થઈ છે. તમિલનાડુમાં મનીષ કશ્યપ કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમ પહેલાથી જ પટના આવી ચુકી હતી. આ ટીમે મનીષ કશ્યપના રિમાન્ડ માટે પટના જિલ્લા કોર્ટમાં અરજી પણ કરી હતી.
મનીષ કશ્યપ વિરુદ્ધ તમિલનાડુના કૃષ્ણાગિરી અને બારગુર પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ કેસમાં FIR નોંધવામાં આવી છે. તમિલનાડુ પોલીસે મનીષ કશ્યપને આ કેસ સંબંધિત પૂછપરછ માટે રિમાન્ડ પર લીધો છે. આ માટે તમિલનાડુ પોલીસની ટીમ ત્યાંની કોર્ટમાંથી પ્રોડક્શન વોરંટ લઈને આવી હતી.












Click it and Unblock the Notifications
