મનીષ સિસોદિયા પર કઈ કલમો હેઠળ કેસ નોંધાયો? કેટલી સજા થઈ શકે?
મનીષ સિસોદિયા પર IPCની કલમ 120 B એટલે કે ગુનાહિત ષડયંત્રનો પણ આરોપ લગાવાયો છે. આ કલમ હેઠળ 6 મહિનાની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આ સિવાય એકાઉન્ટ સાથે ચેડા કરવા બદલ IPCની કલમ 477 A લગાવાઈ છે.
નવી દિલ્હી : આબકારી કેસમાં મનીષ સિસોદિયાની સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે. આજે સીબીઆઈએ પુછપરછ માટે બોલાવ્યા બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી.

સીબીઆઈએ દાખલ કરેલી એફઆઈઆર અનુસાર, મનીષ સિસોદિયા વિરુદ્ધ લાંચ અને ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મનીષ સિસોદિયા સામે જાહેર સેવકો પાસેથી લાંચ લેવા, ગુનાહિત કાવતરું રચવા અને લેખોને ખોટા કરવાનો કેસ નોંધ્યો છે. મનીષ સિસોદિયા પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 લગાવવામાં આવી છે. આ કલમ હેઠલ તે દોષી સાબિત થાય તો ઓછામાં ઓછા 3 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.
આ સિવાય મનીષ સિસોદિયા પર IPCની કલમ 120 B એટલે કે ગુનાહિત ષડયંત્રનો પણ આરોપ લગાવાયો છે. આ કલમ હેઠળ 6 મહિનાની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આ સિવાય એકાઉન્ટ સાથે ચેડા કરવા બદલ IPCની કલમ 477 A લગાવાઈ છે. આ કલમ હેઠળ 7 વર્ષની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
બીજી તરફ પૂછપરછ મુદ્દે મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, આજે હું ફરી સીબીઆઈ જઈ રહ્યો છું, હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ મારી સાથે છે. મને કોઈ પરવા નથી કે થોડા મહિના જેલમાં રહેવું પડે. ભગતસિંહ દેશ માટે ફાંસીએ ચડ્યા હતા.
બીજી તરફ આ મુદ્દે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભગવાન મનીષ તમારી સાથે છે. લાખો બાળકો અને તેમના માતા-પિતાની પ્રાર્થના તમારી સાથે છે. જ્યારે તમે દેશ અને સમાજ માટે જેલમાં જાઓ છો તો પછી જેલમાં જવું ખરાબ નથી. આ એક આશીર્વાદ છે. તમે જેલમાંથી જલ્દી પાછા ફરો એવી શુભેચ્છા. દિલ્હીના બાળકો, માતા-પિતા અને અમે બધા તમારી રાહ જોઈ રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
