For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'તિરંગો કોંગ્રેસ પાર્ટીના બાપની જાગીર નથી'

|
Google Oneindia Gujarati News

manish sisodia
નવી દિલ્હી, 1 એપ્રિલ: 'તિરંગો કોંગ્રેસ પાર્ટીના બાપનો નથી' આવું કહેવું છે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા મનિષ સિસોદીયાનું. દિલ્હીમાં પત્રકારે પૂછેલા તિરંગાને લઇને એક સવાલ તિરંગાને લઇને કોંગ્રેસ પાર્ટીને વાંધો છે? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે તિરંગો દેશની શાન છે કોઇના બાપની જાગીર નથી.

મનીષ સિસોદિયાએ એ વાતનું પણ ખંડન કર્યું કે ચૂંટણીપંચે તેમને રાષ્ટ્રધ્વજ લઇને ચાલવાની મનાઇ ફરમાવી છે. તેમણે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે ચૂંટણીપંચે તેમને લેટર હેડમાં તિરંગાને લગાવવાની મનાઇ કરી છે નહીં કે હાથમાં લઇને ફરવાની.

કોંગ્રેસ પર તીખી પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે 'અમે દેશના નાગરિક છીએ તો દેશના તિરંગાને લઇને જ ફરીશું, ઇટલીના તિરંગાને લઇને નહીં.' તેમણે જણાવ્યું કે આમ આદમીના હાથમાં તિરંગો જ રહેશે. અમે લોકો તિરંગાને લઇને મરીશું અને તેઓ ઇટલીના તિરંગાને લઇને મરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાણી અને વીજળી બિલોના વધારાને પગલે લાખો પત્રો સોમવારે દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતને સોંપવા તેમના નિવાસ સ્થાને જઇ રહેલા આમ આદમી પાર્ટીના સમર્થકોને અડધેથી રોકી દેવામાં આવ્યા હતા. આપના કાર્યકર્તા લગભગ 272 ઓટોરિક્સામાં સવાર હતા.

મનિષ સિસોદિયાએ જણાવ્યું કે પોલીસે પહેલા તેમને શીલાના ઘરે જઇને તેમને પત્રો આપવાની મંજૂરી આપી હતી પરંતુ બાદમાં પોલીસે ફેરવી તોડી તેમને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા.

English summary
Manish sisodia said National flag is not congress property. AAP activists stopped from marching to CM's residence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X