મનીષ સિસોદિયા - સોમવાર સુધી મને અરેસ્ટ કરો અથવા PM માફી માંગે, કેજરીવાલે કહ્યુ - વાહ મનીષ!

મનીષ સિસોદિયાના પડકાર પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના વખાણ કર્યા છે.

નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દિલ્લી સરકારની દારૂની નીતિને લઈને આમને-સામને છે. ભારતીય જનતા પાર્ટીએ સ્ટિંગ ઑપરેશનનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે કેમેરામાં દેખાય છે તેમણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જો કે, ભાજપના આ સ્ટિંગ ઑપરેશન પર ભારતીય જનતા પાર્ટીને મનીષ સિસોદિયાએ સીધો પડકાર આપ્યો છે. મનીષ સિસોદિયાના આ પડકાર પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના વખાણ કર્યા છે.

kejriwal-manish

મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને લખ્યું, 'CBIએ મારા ઘરે દરોડા પાડ્યા, કંઈ મળ્યું નહિ. લોકરમાંથી કંઈ મળ્યુ નહિ. CBI/EDએ તપાસ કરી, કશું મળ્યુ નહિ. હવે ભાજપ સ્ટિંગ લઈને આવ્યુ છે. CBI/EDએ પણ આ સ્ટિંગની તપાસ કરવી જોઈએ. જો આરોપો સાચા હોય તો સોમવાર સુધીમાં મારી ધરપકડ કરો નહિંતર PMજીએ સોમવારે ખોટા સ્ટિંગ કરવા બદલ મારી પાસે માફી માંગી લે. મનીષ સિસોદિયાએ જે રીતે વડાપ્રધાનને સીધો પડકાર ફેંક્યો છે તેના વખાણ અરવિંદ કેજરીવાલે કર્યા છે. મનીષ સિસોદિયાના વખાણ કરતા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ, 'વાહ મનીષ! સાચો અને હિંમતવાન વ્યક્તિ જ આવી ચેલેન્જ આપી શકે છે. મને ખાતરી છે કે ભાજપ તમારો પડકાર સ્વીકારશે. આખા દેશને તમારા કામ અને તમારી ઈમાનદારી પર ગર્વ છે. તેઓ તમારા શાળાના કામથી ડરેલા છે. તેને રોકવા માંગે છે. તમે તમારુ કામ કરતા રહો.'

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ હતુ કે ગોવા અને પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ કૉન્ટ્રાક્ટરો પાસેથી મળેલી લાંચનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયોમાં બધુ જ ખુલ્લુ પડી ગયુ, કેવું કૌભાંડ થયુ અને કોની પાસેથી પૈસા લેવામાં આવ્યા. સુધાંશુ ત્રિવેદીએ કહ્યુ કે દારૂ કૌભાંડના કથિત આરોપી અમિત અરોરાએ વીડિયોમાં તમામ બાબતોનો ખુલાસો કર્યો છે. આ મામલે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X