જેલમાંથી બહાર આવતા જ મનીષ સિસોદિયાનો હુંકાર, કહ્યું-સંવિધાને મને બચાવ્યો
નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિપક્ષી નેતાઓને જેલમાં રાખવાની નીતિનો ભોગ બનેલા મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવી ગયા છે. મનીષ સિસોદિયાએ જેલમાંથી બહાર આવતા જ હુંકાર ભરી છે.
સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા બાદ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયા શુક્રવારે 09 ઓગસ્ટે તિહાર જેલમાંથી બહાર આવ્યા.

મનીષ સિસોદિયા બહાર આવતા મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ જેલની બહાર પહોંચ્યા હતા. સિસોદિયા તિહાર જેલના ગેટમાંથી બહાર આવ્યા કે તરત જ પાર્ટી કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યુ.
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમની સાથે સંજય સિંહ અને આતિશી પણ જોવા મળ્યા. જણાવી દઈએ કે મનીષ સિસોદિયા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં છેલ્લા 17 મહિનાથી જેલમાં હતા, આજે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે.
બહાર આવ્યા બાદ મનીષ સિસોદિયાએ કહ્યું કે, જ્યારથી સવારે આ આદેશ આવ્યો ત્યારથી મારા રોમ રોમ બાબા સાહેબના ઋણી અનુભવ કરી રહ્યાં છે. મને સમજાતું નથી કે આપણે બાબા સાહેબનું ઋણ કેવી રીતે ચૂકવીશું.
અહીં મનીષ સિસોદિયાએ તેમના સ્વાગત માટે તિહાર જેલની બહાર એકઠા થયેલા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી.
તેમણે કહ્યું કે, તમારા પ્રેમ, ભગવાનના આશીર્વાદ અને સત્યની શક્તિના કારણે હું જેલમાંથી બહાર આવ્યો છું અને સૌથી વધુ બાબાસાહેબનું સપનું છે કે જો કોઈ સરમુખત્યારશાહી સરકાર સત્તામાં આવે અને સરમુખત્યારશાહી કાયદો બનાવીને વિપક્ષી નેતાઓને જેલમાં નાંખે છે. આવુ થાય ત્યારે દેશનું બંધારણ તેમનું રક્ષણ કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે બંધારણની એ જ શક્તિથી અરવિંદ કેજરીવાલ પણ જેલમાંથી બહાર આવશે.












Click it and Unblock the Notifications
