મનીષ સિસોદીયાએ LG ને પત્ર લખ્યો, જાણો શું કહ્યું પત્રમાં?
દિલ્હીમાં લિકર પોલીસીને લઈને પૂછપરછ માટે બોલાવવામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
નવી દિલ્હી : દિલ્હીમાં લિકર પોલીસીને લઈને પૂછપરછ માટે બોલાવવામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સીબીઆઈએ મનીષ સિસોદિયાને સોમવારે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. આ પહેલા સિસોદિયાએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બલજીતનગરમાં 25 વર્ષના છોકરાની હત્યા કરવામાં આવી હતી. રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસોમાં બળાત્કાર અને હત્યાની અનેક ઘટનાઓ સામે આવી છે. દિલ્હી હવે ગુનેગારોની રાજધાની બની ગઈ છે.
તેમણે આગળ કહ્યું કે, હું એલજી સાહેબને વિનંતી કરું છું કે થોડો સમય કાઢીને દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન આપો. લેફ્ટનન્ટ ગવર્નરને લખેલા પત્રમાં મનીષ સિસોદિયાએ ત્રણ કેસનો ઉલ્લેખ કર્યો છે. એક 27 વર્ષીય યુવકના મોતનો મામલો સામે આવ્યો છે, જેને ત્રણ લોકોએ માર માર્યો હતો. ગઈ રાત્રે સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. આ હત્યા કેસને લઈને રવિવારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલા રવિવારે મનિષ સિસોદિયાને સીબીઆઈ દ્વારા લિકર પોલીસી કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યુ છે. આ મામલામાં એફઆઈઆર નોંધાયા બાદ સિસોદિયાને પહેલીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ગયા ઓગસ્ટ મહિનામાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી તપાસની ભલામણ મળ્યા બાદ સીબીઆઈએ દિલ્હીમાં મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા.
મનીષ સિસોદિયાને સમન્સ મળ્યા બાદ AAPએ દાવો કર્યો કે હવે મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવશે, કારણ કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પરિણામોથી ભાજપ ડરી ગયો છે. સીબીઆઈના સમન્સ પર સિસોદિયાએ કહ્યું કે, હવે તેમણે મને કાલે સવારે 11 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટરમાં બોલાવ્યો છે. હું જઈશ અને મારો સંપૂર્ણ સહકાર આપીશ.












Click it and Unblock the Notifications
