For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 લાખની લાંચ લેતા પકડાયો OSD, મનીષ સિસોદિયાએ આપ્યો આ જવાબ

દિલ્લીમાં ઓએસડીની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે યોજાનાર મતદાન પહેલા જ સીબીઆઈએ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોસિયાના ઓએસડીને લાંચ લેવાના આરોપમાં પકડી લીધા છે. દિલ્લી, અંદમાન નિકોબાર આઈલેન્ડ સિવિલ સર્વિસીઝ એટલે કે દાનિક્સના વરિષ્ઠ અધિકારી ગોપાલ કૃષ્ણ માધવને ગુરુવારે મોડી રાતે સીબીઆઈએ લાંચ લેતા રંગે હાથે પકડી લીધો. વળી, ઓએસડીની ધરપકડ બાદ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

મનીષ સિસોદિયાએ કર્યુ ટ્વિટ

મનીષ સિસોદિયાએ કર્યુ ટ્વિટ

ઓએસડીની ધરપકડ બાદ મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યુ, મને માલુમ પડ્યુ છે કે સીબીઆઈએ એક જીએસટી ઈન્સ્પેક્ટરને લાંચ લેતા પકડ્યા છે. આ અધિકારી મારી ઓફિસમાં ઓએસડી તરીકે તૈનાત હતા. સીબીઆઈએ તેને તરત જ કડકમાં કડક સજા અપાવવી જોઈએ. આવા ઘણા ભ્રષ્ટ અધિકારી મે ખુદ છેલ્લા 5 વર્ષમાં પકડાવ્યા છે.

બે લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયો ઓએસડી

આરોપ છે કે ગોપાલ કૃષ્ણ માધવે જીએસટીના એક કેસમા બે લાખ રૂપિયાની લાંચ લીધી હતી ત્યારબાદ મોડી રાતે સીબીઆઈએ તેમની ધરપકડ કરી. સૂત્રોની માનીએ તો આ સમગ્ર મામલે મનીષ સિસોદિયાની કોઈ ભૂમિકા નથી. સીબીઆઈ કેસની તપાસ કરી રહી છે. જે રીતે દિલ્લીમાં મતદાનના બે દિવસ પહેલા આ ધરપકડ થઈ છે ત્યારબાદ માનવામાં આવી રહ્યુ છે કે દિલ્લીમાં નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ફરીથી શરૂ થઈ શકે છે. દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે કાલે મતદાન થવાનુ છે.

દિલ્લીમાં કાલે થવાનુ છે મતદાન

દિલ્લીમાં કાલે થવાનુ છે મતદાન

દિલ્લી ચૂંટણી માટે પ્રચાર ખતમ થઈ ગયો છે જ્યારે 8 ફેબ્રુઆરીએ થનારા મતદાન બાદ 11 ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરવામાં આવશે. દિલ્લીમાં કાલે થનાર મતદાન માટેની બધી તૈયારીઓ પૂરી કરવામાં આવી ચૂકી છે. મતદાન માટે દિલ્લી પોલિસના 40 હજાર જવાનોને તૈનાત કરવાં આવ્યા છે. સાથે 190 કંપની સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સની પણ તૈનાતી કરવામાં આવી છે. 19 હજાર હોમગાર્ડને પણ પોલિસના જવાનો સાથે પોલિંગ બૂથ પર તૈનાત કરવામાં આવશે. દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ 2689 પોલિંગ બૂથમાંથી 545 પોલિંગ બૂથ સંવેદનશીલ છે. જ્યારે 21 કાઉન્ટિંગ સેન્ટર પર મલ્ટી લેયર સિક્યોરિટીનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ યુવતીઓને બળજબરીથી કિસ કરી ભાગી જનાર વ્યક્તિ પકડાયો, Video જોઈ પોલિસ પણ ચોંકીઆ પણ વાંચોઃ યુવતીઓને બળજબરીથી કિસ કરી ભાગી જનાર વ્યક્તિ પકડાયો, Video જોઈ પોલિસ પણ ચોંકી

English summary
manish sisodiya first reaction after osd arrested by cbi on bribery charges
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X