For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહના રાજીનામાની વાત મનઘડંતઃ મનીષ તિવારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 ડિસેમ્બરઃ પીએમઓ ઓફિસ બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારમ મંત્રી મનીષ તિવારીએ એ વાતનું ખંડન કર્યુ છે, જેમાં એવું કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી મનમોહન સિંહ શુક્રવારે પ્રેસ વાર્તા દરમિયાન રાજીનામુ આપશે. ટાઇમ્સ નાઉ ચેનલ સાથે વાત કરતા મનીષ તિવારીએ કહ્યુ છે કે આ સમાચાર આધારવહીન છે. આ મનઘડંત વાતો છે. હું તો આ બાબતે જવાબ આપવા પણ માગતો નથી. આ કેટલાક મીડિયા તંત્રના મગજની ઉપજ છે.

manish-tiwari
જ્યારે મનમોહન સિંહ મીડિયા સાથે વાત નથી કરતા તો મીડિયા કહે છે કે પ્રધાનમંત્રી મીડિયા સાથે વાત નથી કરતી અને હવે જ્યારે તેમણે 2014ના પ્રારંભમાં પ્રેસ વાર્તાને સ્વિકૃતિ આપી છે, તો પણ અટકળબાજી કરવામાં આવી રહી છે. મારુ માનવું છે કે આ બધુ ખોટું છે. નોંધનીય છે કે, અંગ્રેજી સમાચાર પત્ર ટેલિગ્રાફમાં છપાયુ છેકે 2 ફેબ્રુઆરીએ પ્રેસવાર્તા દરમિયાન પીએમ મનમોહન સિંહ, પોતાના પદ પરથી રાજીનામું આપશે. તેઓ આમ રાહુલ ગાંધીને પીએમ બનાવવાના ઉદ્દેશ્યથી કરી રહ્યાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા મનમોહન સિંહનું આ પગલું રાહુલ ગાંધીને પીએમ પદ માટે પ્રોજેક્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. સમાચાર પત્રએ લખ્યું છે કે, કોંગ્રેસના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કરારી હારના કારણે મનમોહન સિંહ આ પગલું ઉઠાવવા જઇ રહ્યાં છે, કારણ કે સરકારોએ પોતાની હાર માટે પીએમ મનમોહન સિંહને જવાબદાર ઠેરવ્યા છે. આ કારણે હારની જવાબદારી સ્વિકારીને મનમોહન સિંહ પોતાના પદથી રાજીનામુ આપશે.

English summary
Information and Broadcasting Minister Manish Tewari Tuesday denied reports of that Prime Minister Manmohan Singh would announce at a press conference scheduled for Friday that he was resigning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X