રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતમાં, PM સાથે કરી મુલાકાત

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિમંત્રણ પર તેઓ બપોરે રાષ્ટ્રપતિ ભવન પણ જશે, જ્યા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષી નેતા સુષમા સ્વરાજ પણ આ મુલાકાત દરમિયાન હાજર રહેશે.
પુતિન વ્યાપાર, રોકાણ, સૈન્ય અને ઉર્જા નીતિના ક્ષેત્રે રણનીતિક ભાગીદારી વિકસીત કરવા માટે મજબૂત પગલા લેવા માટે વાત કરી હતી. આ વાતચીતમાં 7 અરબ ડોલરનો રક્ષા સોદો કરવાની પણ વાતચીત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયા આ વર્ષે પોતાના રાજનૈતિક સંબંધોની 65મી એનિવર્સરી ઉજવી રહ્યા છે. ભારત અને રશિયા આ વર્ષે 10 બિલિયનનો વ્યાપાર કરવાનો વિક્રમ સર્જવા જઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
