For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીથી નારાજ હતા મનમોહન સિંહ, આપવા ઈચ્છતા હતા રાજીનામુ

હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસ માટે પૂર્વવર્તી યોજના પંચના પૂર્વ ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાનુ નવુ પુસ્તક વધુ એક મુસીબત લાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસ માટે પૂર્વવર્તી યોજના પંચના પૂર્વ ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાનુ નવુ પુસ્તક વધુ એક મુસીબત લાવી શકે છે કે જે વિરોધીઓને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી અને પાર્ટી પર નિશાન સાધવાનો મોકો આપી શકે છે. વાસ્તવમાં અહલૂવાલિયાએ પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 2013માં વટહુકમ ફાડવા અંગેના ઘટનાક્રમ બાદ તત્કાલીન પીએમે તેમને પૂછ્યુ હતુ કે શું તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ.

‘બેકસ્ટેજઃ ધ સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયા હાઈ ગ્રોથ ઈયર્સ'

‘બેકસ્ટેજઃ ધ સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયા હાઈ ગ્રોથ ઈયર્સ'

નવા પુસ્તક ‘બેકસ્ટેજઃ ધ સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયા હાઈ ગ્રોથ ઈયર્સ' માટે જબરદસ્ત ચર્ચામાં આવેલા અહલૂવાલિયાએ પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે જ્યારે રાહુલ ગાંધીએ જનપ્રતિનિધિઓ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિષ્પ્રભાવી કરીને તત્કાલીન યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવેલા વિવાદાસ્પદ વટહુકમની ટીકા કરીને વટહુકમને ફાડીને ફેંકવાની વાત કહી હતી ત્યારે તત્કાલીન પીએમ મનમોહન સિંહે તેમને કહ્યુ હતુ કે તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ.

‘અહલુવાલિયાએ મનમોહન સિંહને રાજીનામુ આપવાનો કરી હતી મનાઈ'

‘અહલુવાલિયાએ મનમોહન સિંહને રાજીનામુ આપવાનો કરી હતી મનાઈ'

જેના પર અહલુવાલિયાએ મનમોહન સિંહને કહ્યુ હતુ કે તેમને નથી લાગતુ કે આ મુદ્દે રાજીનામુ આપવુ યોગ્ય હશે, મનમોહન સિંહ એ સમયે અમેરિકાના પ્રવાસે હતા, અમેરિકાથી સ્વદેશન પાછા આવ્યા બાદ મનમોહન સિંહે પોતાના રાજીનામાની વાતથી ઈનકાર કર્યો હતો.

‘મારા ભાઈ સંજીવ અહલુવાલિયાએ કરી હતી ટીકા'

‘મારા ભાઈ સંજીવ અહલુવાલિયાએ કરી હતી ટીકા'

જો કે તે આ આખા પ્રકરણ પર મનમોહન સિંહ ઘણા નારાજ અને દુઃખી હતા. એવા સમાચાર પણ હતા કે અહલૂવાલિયાએ એ લખ્યુ છે કે એ વખતે ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રીના મંત્રીમંડળનો હિસ્સો હતો અને મારા ભાઈ સંજીવ (જે આઈએએસમાંથી રિટાયર થયા હતા)એ એ કહેવા માટે ફોન કર્યો હતો કે તેમણે એક આર્ટિકલ લખ્યો હતો જેમાં પ્રધાનમંત્રીની કડવી ટીકા કરવામાં આવી હતી.

મોંટેક સિંહ અહલૂવલિયાનો મોટો દાવો

મોંટેક સિંહ અહલૂવલિયાનો મોટો દાવો

મોંટેક સિંહ અહલૂવાલિયા આગળ લખે છે કે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને સ્વાભાવિક નેતા તરીકે જોઈ રહી હતી, એટલા માટે જેવો રાહુલ ગાંધીએ પોતાનો વિરોધ કર્યો, કોંગ્રેસ એ વરિષ્ઠ નેતાઓએ તરત જ પોતાની સ્થિતિ બદલી લીધી, જેમણે પહેલા મંત્રીમંડળમાં અને સાર્વજનિક રીતે આ પ્રસ્તાવિત વટહુકમનુ સમર્થન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ<strong> Bigg Boss 13: શો હારીને પણ આસિમને મળી મોટી જીત, સુહાના ખાન સાથે જલ્દી જોવા મળશે! </strong>આ પણ વાંચોઃ Bigg Boss 13: શો હારીને પણ આસિમને મળી મોટી જીત, સુહાના ખાન સાથે જલ્દી જોવા મળશે!

English summary
Manmohan Singh asked me if he should quit post Rahul Gandhi ordinance row says Montek Singh Ahluwalia's Book
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X