મનમોહન સિંહ છે મોદીના મુખ્ય ચૂંટણી એજન્ટ : અરૂણ શૌરી

નવી દિલ્હી, 27 ઓગસ્ટ : ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ શૌરીએ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રેષ્ઠ પોલ એજન્ટ ગણાવ્યા છે. સીએનએન-આઇબીએન નામની ટીવી ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં શૌરીએ કહ્યું કે વડાપ્રધાન મનમોહિન સિંહ નરેન્દ્ર મોદીના મુખ્ય ચૂંટણી એજન્ટ બની ગયા છે. કારણ કે યુપીએ સરકારની નિષ્ફળતાનો ભરપૂર ફાયદો મોદીને મળી રહ્યો છે.

તેમણે વડાપ્રધાન મનમોહન સિંહની આકરી ટીકા કરતા કહ્યું કે આ એવા વડાપ્રધાન છે જેમણે પોતાની છબી હવામાં ઉડાવી દીધી છે. મોદીને ભાજપના તારણહાર તરીકે જોવાઈ રહ્યા છે, તેવા સવાલના જવાબમાં અરુણ શૌરીએ જણવ્યું કે "હા, એવું જ છે. કારણ કે તેમના ચૂંટણી એજન્ટ તરીકે એક વ્યક્તિ દિવસ રાત કામ કરી રહી છે." આ વ્યક્તિ અમિત શાહ છે કે કેમ તેવું પૂંછતા તેમણે આશ્ચર્યજનક રીતે કહ્યું કે "હું વડાપ્રધાન મનમોહન સિંહની વાત કરી રહ્યો છું. આજની તારીખમાં મનમોહન સિંહ જ નરેન્દ્ર મોદીના મુખ્ય ચૂંટણી એજન્ટ છે, કારણ કે તેઓ એવું કોઈ કામ જ નથી કરતા, જેથી લોકો કહે છે મોદીને લાવો મોદીને લાવો."

arun-shourie

મનમોહન સરકારની નિષ્ફળતા અંગે લોકોનો રોષ મોદીને સત્તામાં લાવશે તે અંગે તમને વિશ્વાસ છે? એવા પ્રશ્નના જવાબમં તેમણે કહ્યું કે હું એવું નથી કહેતો, પરંતુ મને આશા છે કે મોદી જેવી કોઈ વ્યક્તિ સત્તામાં આવશે.

કેટલાક લોકો મોદીને ભાગલા પાડતા નેતા તરીકે ઓળખે છે, તેના જવાબમાં શૌરીએ કહ્યું કે હાલ દેશમાં સાંપ્રદાયિક સદ્ભાવ છે જ. હાલમાં દેશને એક નિર્ણયાક નેૃતૃત્વની જરૂર છે, અને મોદીએ તે કરી બાતાડ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X