Manmohan Singh Net Worth : 10 વર્ષ દેશના વડાપ્રધાન રહ્યાં બાદ કેટલી સંપતિ મુકીને ગયા મનમોહન સિંહ?

Manmohan Singh Net Worth : ભારત માટે ઘણા મોટા કામ કરીને વિદાય થયેલા દેશના પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પંચતત્વમાં વિલિન થઈ ગયા છે.

વર્ષો સુધી ઘણા મહત્વના હોદા અને વડાપ્રધાન પદે રહેલા મનમોહન સિંહ તેમની બેદાગ છાપ માટે જાણીતા હતા. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

Manmohan Singh Net Worth

રાજકીય કરિયર દરમિયાન મનમોહન સિંહે 1991 થી 1996 સુધી પીવી નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી તરીકે અને 2004 થી 2014 સુધી પીએમ પદે રહીને મહત્વપૂર્ણ આર્થિક સુધારાઓમાં મહત્વની ભૂમિકા ભજવી.

તેમના યોગદાનની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી અને તેમણે આ વર્ષે એપ્રિલમાં તેમની નિવૃત્તિ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી.

વીજળી વગરના ગામડામાં કેરોસીનના દીવા નીચે ભણેલા એક યુવાન છોકરાથી લઈને ભારતના સૌથી આદરણીય નેતાઓમાંના એક બનવા સુધીની સિંહની સફર તેમના નિશ્ચય અને વિદ્વતાપૂર્ણ સિદ્ધિઓનો પુરાવો છે.

26 સપ્ટેમ્બર 1932 ના રોજ હાલના પંજાબ પાકિસ્તાનમાં જન્મેલા અને વિભાજન પછી ભારતમાં સ્થાઈ થયા. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જીવનની શરૂઆતમાં સંઘર્ષ કર્યો અને પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી, ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં માસ્ટર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ. કર્યું.

તેમની કારકિર્દીમાં 1966 થી 1969 દરમિયાન યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ સાથે કામ કરવા અને વિદેશ વેપાર મંત્રાલયમાં સલાહકાર તરીકે કામ કરવા સહિત અનેક મહત્વપૂર્ણ ભૂમિકાઓ સામેલ છે.

મનમોહન સિંહને 1987માં પદ્મ વિભૂષણ, 1993માં યુરોમની અને એશિયામની દ્વારા વર્ષના નાણામંત્રી તરીકેની માન્યતા, 2002માં ઉત્કૃષ્ટ સંસદીય પુરસ્કાર અને 2005માં ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સમાવેશ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમને ખૂબ જ સાદું જીવન જીવવું પસંદ હતું. તેમની સંપત્તિ વિશે વાત કરીએ તો તેમની પાસે કુલ 15 કરોડ 77 લાખ રૂપિયાની સંપત્તિ છે. રાજ્યસભામાં આપેલા એફિડેવિટ મુજબ તેમની પાસે દિલ્હી અને ચંદીગઢમાં ફ્લેટ છે અને કોઈ લોન નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X