પંજાબની માન સરકારે કારીગરોના મહેનતાણામાં કર્યો વધારો, પંજાબ કારીગર સહાયક એપ પણ લોન્ચ કરી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા બાંધકામ સાથે જોડાયેલા કારીગરો અને અકુશળ કારીગરોને દિવાળીની ભેટ આપી છે. જેમાં માન સરકારે મહેનતાણામાં વધારો કરવાના નિર્ણય પર મંજૂરીની મહોર મારી છે.

ચંદીગઢ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા બાંધકામ સાથે જોડાયેલા કારીગરો અને અકુશળ કારીગરોને દિવાળીની ભેટ આપી છે. જેમાં માન સરકારે મહેનતાણામાં વધારો કરવાના નિર્ણય પર મંજૂરીની મહોર મારી છે. આ સંબંધિત નિર્ણય મુખ્યમંત્રી ભગવંત માને આજે પોતાની ઓફિસમાં પંજાબ બિલ્ડિંગ એન્ડ અધર કંસ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડની સમિક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં તેમણે આ નિર્ણય લીધો હતો.

બિન-કુશળ કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો

બિન-કુશળ કામદારોના લઘુત્તમ વેતનમાં વધારો

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, બિન-કુશળ કામદારોનું લઘુત્તમ વેતન રૂપિયા 9192 થી વધારીને રૂપિયા 9907 કરવામાં આવ્યું છે, જ્યારે અર્ધ-કુશળ કામદારોનું લઘુત્તમ વેતન રૂપિયા 9972થી વધારીને રૂપિયા 10,687 કરવામાં આવ્યું છે.

આ સાથે કુશળ કામદારોનું મહેનતાણું રૂપિયા 10,869 થી વધારીને રૂપિયા 11,584 અને ઉચ્ચ કુશળ કામદારોનું મહેનતાણું રૂપિયા 11,901થી વધારીને રૂપિયા 12,616 કરવામાં આવ્યું છે.

બોર્ડમાં નોંધાયેલા છે 5.30 લાખ કામદારો

બોર્ડમાં નોંધાયેલા છે 5.30 લાખ કામદારો

અન્ય એક મહત્વના નિર્ણયમાં મુખ્યમંત્રીએ પંજાબ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલ્ફેર બોર્ડમાં કામદારોનું રજિસ્ટ્રેશન કરવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરવા પણ સંમતિ આપી હતી.

હાલમાં બોર્ડમાં 5.30 લાખ કામદારો નોંધાયેલા છે, જેમની સંખ્યા ઓછામાં ઓછી 15 લાખ સુધી વધારવાની જરૂર છે.

લોન્ચ કરાઇ પંજાબ કામગાર સહાયક એપ

લોન્ચ કરાઇ પંજાબ કામગાર સહાયક એપ

ભગવંત માને બોર્ડને ગામડાઓ, શહેરો, મજૂરીના સ્થળો અને બાંધકામના કામોમાં ટીમો મોકલીને કામદારોની નોંધણી ઝુંબેશને ઝડપી બનાવવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કામદારો અને બાંધકામ કામદારોની સુવિધા માટે 'પંજાબ કામગાર સહાયક એપ' પણ લોન્ચ કરી છે, જેથી માત્ર એક બટન દબાવીને કામદારોની તમામ માહિતી મેળવી શકાય.

આ એપ દ્વારા બાંધકામ કામદારો હવે ગમે ત્યાંથી કોઈપણ સમયે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે. મુખ્યમંત્રીએ કૌશલ્ય વિકાસ કેન્દ્રોને બાંધકામ કામદારો માટે કામચલાઉ આવાસમાં રૂપાંતરિત કરવાની પણ મંજૂરી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X