For Quick Alerts
For Daily Alerts
"આપણે ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યાં છીએ"
પીએમ નરેન્દ્ર મોદી એ રવિવારે મનની વાત કાર્યક્રમ થકી દેશની જનતાને રેડિયો અને દૂરદર્શન થકી કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે જાણકારી આપી છે.
- નોકરી કરતી મહિલાઓ માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ગર્ભવતી મહિલાઓને 26 અઠવાડિયાની રજા નક્કી કરવામાં આવી છે.
- દેશની મહિલાઓ પર પરિવારની બમણી જવાબદારી હોય છે, આથી જ અમે મેટરનિટી લીવનો ગાળો વધાર્યો છે, જેથી કોઇ નવજાત શિશુ સાથે અન્યાય ન થાય
- યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દો. પોતાને સ્વસ્થ તથા તણાવ-દબાવ મુક્ત રાખવા માટે યોગ સૌથી સારો ઉપાય છે.
- ડિપ્રેશનના શિકાર હોય એ વ્યક્તિ એકલા રહેવાનું પસંદ કરતા હોય છે, તેમને ડિપ્રેશનના સપ્રેશન કરતાં એક્સપ્રેશનની વધુ જરૂર હોય છે. જેઓ પોતાના લોકો વચ્ચે મન ખોલીને પોતાની વાત એક્સપ્રેસ ન કરી શકતા હોય, આજુ-બાજુના લોકો પ્રત્યે સેવાભાવથી જોડાઓ, તમારું દુઃખ આપોઆપ ઓછું થશે.
- 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે. દુનિયામાં 35 કરોડ લોકો ડિપ્રેશનનો શિકાર છે. આપણે આ અંગે વાત કરવી જોઇએ.
- સ્વાસ્થ્ય અને શરીર પ્રત્યે જાગૃત લોકો કહે છે કે, પેટ પણ ખાલી રાખો અને પ્લેટ પણ. આપણે પ્લેટમાં જરૂર કરતાં વધુ ચીજ-વસ્તુઓ લઇ લઇએ છીએ અને પછી વધેલો ખોરાક આમ જ ફેંકી દઇએ છીએ. શું કોઇએ ક્યારેય વિચાર્યું છે કે, જો આપણે ખાવાનું એઠુ ના છોડીએ તો કંઇ કેટલાયે ગરીબોનું પેટ ભરાઇ શકે છે.
- સ્વચ્છતા આંદોલન સાથે નહીં, પરંતુ આદત સાથે જોડાયેલી છે. ગંદકી વિરુદ્ધ મનમાં ગુસ્સો ઉત્પન્ન કરવો પડશે.
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ ની જુદી-જુદી રીતોમાં ખૂબ વૃદ્ધિ જોવા મળી છે. 14 એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ-જયંતિ છે અને તેમની જન્મ-જયંતિ પર ડિજિ-મેળાનું સમાપન થનાર છે.
- કાણા નાણાં વિરુદ્ધની લડાઇમાં આગળ વધવા માટે દેશવાસી એક વર્ષમાં 2500 કરોડ ડિજિટલ લેણ-દેણ કરવાનો સંકલ્પ કરી શકે છે?
- આ ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ છે. ભારતના આઝાદી આંદોલનમાં ગાંધીજી ની વિચારસરણીનું પ્રગટ સ્વરૂપ પહેલીવાર ચંપારણમાં જોવા મળ્યું હતું.
- ગાંધીજીએ સંઘર્ષ અને સર્જન બંન્ને શીખવ્યા, ગાંધીજી દેશની નસને પિછાણતા હતા. ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીની ગઠન શક્તિ સામે આવી હતી.
- આપણે ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યાં છે, અહીંથી જ ગાંધીજીએ ભારતમાં સ્વતંત્રતાની લડાઇ શરૂ કરી હતી. આ સત્યાગ્રહે આપણને જણાવ્યું કે, મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ કેટલું ખાસ અને બહાદુરીભર્યું હતું.
- દરેક નાગરિક ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લે
- પરિવર્તનની ઇચ્છા જ મજબૂત ભારત માટે આધારભૂત બનશે.
- સમાજમાં ઘણા લોકો ગરીબો માટે કંઇ ને કંઇ કરતા જોવા મળે છે.
- 1 દિવસ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ન કરો.
- ન્યૂ ઇન્ડિયા કોઇ સરકારી કાર્યક્રમ નથી અને ના તો કોઇ સરકારી દળનો મેનોફેસ્ટો છે.
- દેશના વિકાસમાં તમામ દેશવાસીઓનું યોગદાન રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે, તમામ 125 કરોડ ભારતીયોએ ન્યૂ ઇન્ડિયા બનાવવામાં પૂરી ક્ષમતાથી જોડાવું જોઇએ. આજે દેશવાસીઓના મનમાં આશા અને ઉમંગ છે, એ લોકો જ ભવ્ય અને દિવ્ય ભારત બનાવશે.
- દેશના યુવાઓને મારો અનુરોધ છે કે, જ્યારે પણ સમય મળે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની સમાધિ પર ચોક્કસ જજો. શહીદ ભગત સિંહ આપણા સૌની પ્રેરણા છે.
- 23 માર્ચના રોજ ભગત સિંહ અને તેમના સાથી સુખદેવ તથા રાજગુરુને અંગ્રેજોએ ફાંસી આપી હતી.
- હું બાંગ્લાદેશના તમામ સાથીઓને અભિનંદન આપું છું. તેમણે બાંગ્લાદેશને તેમને સ્વતંત્રતા દિવસ પર શુભકામનાઓ પણ પાઠવી હતી અને કહ્યું હતું કે, ગુરુદેવ ટાગોર આપણો સહિયારો વારસો છે, તેમણે જ બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રગાન લખ્યું હતું.