For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાના આગામી મુખ્યમંત્રી હશે મનોહર લાલ ખટ્ટર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હરિયાણા, 21 ઓક્ટોબર: તમામ અટકળો પર લગામ લગાવતાં ભાજપે હરિયાણાના મુખ્યમંત્રીના રૂપમાં મનોહર લાલ ખટ્ટરના નામ પર મોહર લગાવી દિધી છે. મનોહર લાલ ખટ્ટર હરિયાણામાં પહેલાં બિન જાટ મુખ્યમંત્રી હશે. વિધાસભ્ય દળ દ્વારા ખટ્ટરને પોતાના નેતા પસંદ કર્યા બાદ મનોહર લાલ ખટ્ટરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હરિયાણાના વિકાસ માટે તે પુરી રીતે પ્રતિબદ્ધ છે.

ચંદીગઢમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મનોહર લાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નિવિરોધ નેતા પસંદ કરવામાં આવ્યા છે. મનોહર ખટ્ટરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત ગણવામાં આવે છે. 60 વર્ષીય ખટ્ટરે વિધાનસભામાં ભારે મતોથી જીત નોંધાવી પોતાની દાવેદારી મજબૂત બનાવી છે. મનોહર લાલ ખટ્ટર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના માતૃ સંગઠનમાં કાર્યકર્તાના રૂપમાં પણ કામ કરી ચૂક્યાં છે. ફક્ત 27 વર્ષની ઉંમરમાં સંધ પ્રચારકની ભૂમિકા ભજવનાર મનોહર લાલ ખટ્ટરને કદાવર નેતા ગણવામાં આવે છે.

manoharlal

લોકસભા ચૂંટણીમાં પણ મનોહર લાલ ખટ્ટરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમણે અમિત શાહની સાથે સંગઠનના કામમાં ભરપૂર યોગદાન આપ્યું હતું. મુખ્યમંત્રીની રેસમાં અનિલ વિઝ, કેપ્ટન અભિમન્યું સહિત રામવિલાસ શર્મા પણ સામેલ હતા પરંતુ બધા કયાસોને નકારી કાઢતાં પાર્ટીએ મનોહર લાલ ખટ્ટરના નામની જાહેર કરી.

English summary
Manohar lal khattar declared the next chief minister of Haryana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X