For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્રિકર સહિત 11 ઉમેદવાર રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 14 નવેમ્બર: રક્ષા મંત્રી મનોહર પાર્રિકર સહિત 11 ઉમેદવાર ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડથી રાજ્યસભા માટે આજે નિર્વિરોધ ચૂંટાયા હતા. પ્રમુખ સચિવ વિધાનસભા તથા રાજ્યસભા ચૂંટણીના ચૂંટણી અધિકારી પ્રદીપ દુબેએ જણાવ્યું હતું કે મનોહર પાર્રિકર (ભાજપ) ઉપરાંત સપાના રામ ગોપાલ યાદવ, પ્રદેશના કેબિનેટ મંત્રી આજમ ખાંની પત્ની તજીન ફાતિમા, પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખર, રવિ પ્રકાશ વર્મા, જાવેદ અલી ખાન અને ચંદ્રપાલ સિંહ યાદવ ચૂંટાયા છે. બીજી તરફ ઉત્તરાખંડની એકમાત્ર રાજ્યસભાની ખાલી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર મનોરમા ડોબરિયાલ શર્માને નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા છે.

પ્રદીપ દુબેએ જણાવ્યું કે બસપા પાસે રાજારામ અને વીર સિંહ ચૂંટાયા, જ્યારે કોંગ્રેસમાંથી પીએલ પુનિયા રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પાર્ટીઓના સભ્યની સંખ્યાના આધાર પર સત્તાધારી સપાના ખાતામાં છ સીટો આવી છે. બસપાના બે તથા ભાજપ અને કોંગ્રેસના ભાગમાં એક-એક સીટ આવી છે. કોંગ્રેસ ઉમેદવાર પુનિયાની સત્તાધારી સપાએ સમર્થન કર્યું હતું.

goa-cm-manohar-parrikar

ઉત્તરાખંડ વિધાનસભાના સચિવ જગદીશ ચંદ્રએ જણાવ્યું કે ઉમેદવારોના ઉમેદવારીપત્ર પરત ખેંચવાની સમય મર્યાદા વીતી ગયા બાદ સીટ પર ઉભી રહેલી એકમાત્ર ઉમેદવાર કોંગ્રેસની મનોરમા ડોબરિયાલ શર્માને ઉપરી સદન માટે નિર્વિરોધ ચૂંટવાની જાહેર કરવામાં આવી છે. ચંદ્રએ કહ્યું કે કોંગ્રેસ ઉમેદવારને રાજ્યસભા માટે ચૂંટવા સંબંધિત પ્રમાણપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ ભાજપના નેતા ભગત સિંહ કોશ્યારી લોકસભા સભ્ય ચૂંટાયા હોવાના લીધે ખાલી પડેલી રાજ્યસભા સીટ પર સંખ્યાબળના લીધે કોંગ્રેસ ઉમેદવાર મનોરમાની જીત પહેલાં જ નક્કી ગણવામાં આવતી હતી. 70 સીટોવાળી વિધાનસભામાં સત્તાધારી કોંગ્રેસના 35 સભ્ય છે, જ્યારે સાત સભ્યોવાળી પ્રગતિશિલ લોકતાંત્રિક મોરચો તેના નેતૃત્વવાળી સરકારમાં સામેલ છે. મુખ્ય વિપક્ષી ભાજપના ધારાસભ્યોની સંખ્યા 28 છે.

English summary
Defence Minister Manohar Parrikar and nine other political leaders were on Thursday elected unopposed to Rajya Sabha from Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X