ગુજરાત કેડરના IPS મનોજ શશીધરની CBIના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ
કેન્દ્રીય બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં બે વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓની સ્પેશિયલ ડિરેક્ટર તરીકે પદોન્નતિ કરવામાં આવી છે. આ નિર્ણયને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)એ મંજૂરી આપી છે.
પર્સોનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ (DoPT) દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ગુજરાત કેડરના 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને CBIના એડિશનલ ડિરેક્ટરમાંથી પ્રમોટ કરીને સ્પેશિયલ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

તેઓ આ પદ પર 30 નવેમ્બર 2030ના રોજ નિવૃત્ત થાય ત્યાં સુધી અથવા અન્ય કોઈ આદેશ ન મળે ત્યાં સુધી ફરજ બજાવશે.
આ સિવાય ઝારખંડ કેડરના 1994 બેચના IPS અધિકારી સંપત મીણા જે હાલમાં એજન્સીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે કાર્યરત છે તેમને પણ સ્પેશિયલ ડિરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ 31 માર્ચ 2031ના રોજ નિવૃત્ત થાય ત્યાં સુધી આ પદ પર રહેશે.
જણાવી દઈએ કે, સરકારે સ્પેશિયલ ડિરેક્ટરના પદોને ફરીથી શરૂ કર્યા છે, જે અગાઉ એડિશનલ ડિરેક્ટર સ્તરે કાર્યરત હતા. મનોજ શશીધરે ભૂતકાળમાં ડીસીપી (ક્રાઈમ બ્રાંચ), ગાંધીનગર રેન્જ આઈજી અને વડોદરાના પોલીસ કમિશનર જેવા મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.












Click it and Unblock the Notifications
