પૂજા ખેડકરને કારણે મનોજ સોનીએ રાજીનામું આપ્યુ? સામે આવ્યુ કનેક્શન
નકલી આઈએએસ પૂજા ખેડકરનો વિવાદ વધી રહ્યો છે. વિવાદ વચ્ચે યુપીએસસીના ચેરમેનના રાજીનામાંએ ઘણા સવાલ ઉભા કર્યા છે.
ટ્રેની IAS ઓફિસર પૂજા ખેડકર સતત વિવાદોમાં છે. આરોપ છે કે તેણે ખોટા વિકલાંગ પ્રમાણપત્ર દ્વારા આરક્ષણ મેળવ્યું અને UPSC પરીક્ષામાં સફળતા મેળવી. પૂજા ખેડકર વિવાદ વચ્ચે UPSC ચેરમેન મનોજ સોનીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

UPSC દ્વારા ખેડકર સામે ફોજદારી કેસ નોંધાયા બાદ તરત જ મનોજ સોનીનું રાજીનામું આવ્યું છે. પૂજા વિરુદ્ધ સિવિલ સર્વિસ પરીક્ષામાં છેતરપિંડી અને ખોટી ઓળખના આરોપમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, પૂજા ખેડકરનો ઈન્ટરવ્યુ મનોજ સોનીએ લીધો હતો. પૂજા ખેડકરને ઈન્ટરવ્યૂ 5 સભ્યોના બોર્ડ દ્વારા લેવામાં આવી હતી, જેમાં મનોજ સોની પણ સામેલ હતા. બોર્ડે પૂજાને 275માંથી 184 માર્ક્સ આપ્યા હતા.
પૂજાએ પોતે 29 એપ્રિલ 2024ના રોજ આ માહિતી આપી હતી. પૂજાએ જણાવ્યું હતું કે તેમનો ઈન્ટરવ્યુ 26 એપ્રિલ 2023ના રોજ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ મનોજ સોની પણ સામેલ હતા.
અહેવાલો અનુસાર, પૂજા ઇન્ટરવ્યુ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર હતી. ઈન્ટરવ્યુ દરમિયાન તેમને ભારતના યુવાનોની સમસ્યાઓ, આ સમસ્યાનું મૂળ શું છે, શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે, શું ભારત 20-30 વર્ષમાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શક્યું નથી જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
ઇન્ટરવ્યુ દરમિયાન મનોજ સોનીએ પૂજાને તેની વિવિધ પ્રતિભા વિશે પણ પૂછ્યું. પૂજાએ જણાવ્યું હતું કે મનોજ સોની સરે ઇન્ટરવ્યુ દરમિયાન મારા વખાણ કર્યા હતા. મેં જે ક્ષેત્રોમાં કામ કર્યું તેની પ્રશંસા કરી. આ સાથે ઇન્ટરવ્યુના અંતે તેમણે મને શુભેચ્છા પાઠવી હતી.
પૂજાએ જણાવ્યું છે કે, ઈન્ટરવ્યુ દરમિયાન મોટાભાગે ચર્ચા જ થઈ હતી અને કોઈ સવાલ નહોતા થયા. મોટાભાગના પ્રશ્નોના જવાબમાં મનોજ સોની સર સહમતમાં માથું હલાવતા હતા. આ સમયગાળા દરમિયાન મને કોઈ વિવાદાસ્પદ વિષય વિશે પૂછવામાં આવ્યું ન હતું અને ન તો આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
હવે મનોજ સોનીના રાજીનામા બાદ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી ભારતમાં બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.
જયરામ રમેશે દાવો કર્યો કે આ સંસ્થાઓની પવિત્રતા અને સ્વાયત્તતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેણે દાવો કર્યો છે કે UPSC સંબંધિત વર્તમાન વિવાદોને કારણે સોનીને બહાર ફેંકવામાં આવ્યા.
જણાવી દઈએ કે, મનોજ સોનીનો કાર્યકાળ મે 2029માં પૂરો થવાનો હતો. જૂન 2017 માં કમિશનના સભ્ય બન્યા પછી તેમણે મે 2023 માં UPSC અધ્યક્ષની ભૂમિકા સંભાળી હતી.
પરંતુ મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થવાના 5 વર્ષ પહેલા રાજીનામું આપી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે સોનીએ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે આ નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
