જાટ આંદોલન 1947ના તોફાનો કરતા ભયંકર, રોઇ પડ્યા ખટ્ટર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમિત શાહની ચેતવણી વિવાદો છોડી કામે લાગો!

અમિત શાહની ચેતવણી વિવાદો છોડી કામે લાગો!

સોમવારે, ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર ખાતે પાર્ટીની બેઠક યોજી હતી. જેમાં ત્યાં ધારાસભ્યો અને કાર્યકર્તાઓને ચેતવણી આપતા તેમણે જણાવ્યું હતું કે તમામ આંતરિક વાદ વિવાદ ભૂલીને 2017માં વિજય કેમ મેળવો તે કામે આપણે લાગી જવાનું છે. વધુમાં શાહે કહ્યું કે વ્યક્તિગત મહત્વકાંક્ષા પાર્ટીથી વધુ મહત્વની નથી તે વાત તમામે યાદ રાખવી જરૂરી છે.

લાલજીના ગયા પછી પટેલોની ફાટ થઇ સ્પષ્ટ

લાલજીના ગયા પછી પટેલોની ફાટ થઇ સ્પષ્ટ

લાલજી પટેલે એસપીજીમાંથી રાજીનામું આપ્યા બાદ વિવાદ ચાલી રહ્યો છે કે પટેલામાં હવે અમાનત મામલે બે ફાંટા થઇ ગયા છે. જો કે હાર્દિક પટેલે લાલજી સાથે થયેલા વિવાદની નિંદા કરી છે ત્યાં જ લાલજી પટેલ પર સ્ટંટ કરવાનો આરોપ પણ લગાવામાં આવ્યો છે. ત્યારે શું ખરેખરમાં પાટીદારોમાં ભાગલા પડ્યા છે અને તેની અસર આંદોલન પર શું થશે તે તો હવે જોવું જ રહ્યું.

વડોદરામાં વીજકાપથી લોકોને આજે વેઠશે હાલાકી

વડોદરામાં વીજકાપથી લોકોને આજે વેઠશે હાલાકી

મંગળવારે વડોદરાના કારેલીબાગ, સાંઇકૃપા વિસ્તાર, અમીતનગર સમેત કે શાંતિપાર્ક અને તેની આસપાસના વિસ્તારોના લોકોને બપોરના 1 વાગ્યા સુધી વીજકાપ હેઠળ હાલાકી વેઠવી પડશે કારણ કે આ વિસ્તારમાં વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગારી હાથ લેવામાં આવી છે જેના પગલે આ વીજકાપ રહેશે.

સુરતમાં ટી-20 મેચ માટે સટ્ટો રમતા ચાર સટ્ટોડિયા પકડાયા

સુરતમાં ટી-20 મેચ માટે સટ્ટો રમતા ચાર સટ્ટોડિયા પકડાયા

બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતના અડાજણ પાસેના એક રહેણાંક વિસ્તારમાં દરોડો પાડીને ચાર સટ્ટોડિયાને રંગે હાથ પકડ્યા છે. આ લોકો એશિયા કપ ટી 20ની મેચ માટે સટ્ટો રમતા હતા. વધુમાં પોલિસે આ લોકો પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરી છે.

હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત

હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત

સ્મૃતિ ઇરાની અને રામશંકર કઠેરિયાના નિવેદનો અને AIADMKના વિરોધને લઇને સંસદના બન્ને સંદનોની શરૂઆત જ ભારે હંગામા સાથે શરૂ થઇ. જે બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

ફ્રીમાં વડાપાઉં ના આપતા મારપીટ પર ઉતરી ગયા શિવસૈનિક

ફ્રીમાં વડાપાઉં ના આપતા મારપીટ પર ઉતરી ગયા શિવસૈનિક

શિવસેનાની યુવા સેનાથી જોડાયેલા એક નેતાએ ફ્રીમાં વડાપાઉં ના આપવાની મામલે દુકાનદારની દંડાથી પટાઇ કરી. જો કે શિવસેનાના નેતાની આ પ્રતિક્રિયા સીસીટીવીમાં કેદ થતા પોલિસે તેમની અટક કરી તપાસ હાથ ધરી છે. જો કે શિવસેનાનું કહેવું છે કે તે ફ્રીમાં વડાપાઉં નહતા માંગી રહ્યા ઓર્ડરમાં મોડું કરવાના કારણે આવું બન્યું હતું.

જાટ આંદોલન 1947ના તોફાનો કરતા ભયંકર, રોઇ પડ્યા ખટ્ટર

જાટ આંદોલન 1947ના તોફાનો કરતા ભયંકર, રોઇ પડ્યા ખટ્ટર

સોમવારે, દિલ્હીના હરિયાણા ભવન ખાતે જાટ આંદોલનની ચર્ચા માટે બીજેપી વિધાયકની મીટીંગમાં હરિયાણામાં થયેલી હિંસાને 1947ના તોફાનો કરતા પણ ભયાનક કહી ત્યાંના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રોઇ પડ્યા. અને દોષીઓને સજા જરૂરથી આપવામાં આવશે.

તેલંગાના- છત્તીસગઢ સીમા પર 8 નક્સલીઓની મોત

તેલંગાના- છત્તીસગઢ સીમા પર 8 નક્સલીઓની મોત

આંધ્ર અને છત્તીસગઢની પોલિસે એક જોઇન્ટ ઓપરેશન કરીને 8 નકસલીઓને મોતને ધાટ ઉતાર્યા છે. આ આઠ નકસલીઓમાં તેલંગાના માઓવાદી પાર્ટીના સચિવ હરિ ભૂષણ અને એક ડિવિઝનલ કમાન્ડર પણ સામેલ છે.

શિવસેના કહ્યું આતંકીઓ સાથે સંબંધ રાખનાર સામે ચાલે દેશદ્રોહનો કેસ

શિવસેના કહ્યું આતંકીઓ સાથે સંબંધ રાખનાર સામે ચાલે દેશદ્રોહનો કેસ

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ પર પૂર્વ ગૃહ સચિવ જી કે પિલ્લાઇના ખુલાસા પછી શિવસેનાએ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદંમ્બરમ પર નિશાન તાકતા કહ્યું કે આતંકીઓ સાથે સંબંધ રાખનાર લોકો સામે રાજદ્રોહનો કેસ થવો જોઇએ. નોંધનીય છે કે જીકે પિલ્લાઇએ કહ્યું હતું કે ચિંદમ્બરમ પાસે એફિડેવિડમાં બદલાવ કરવાનો અધિકાર હતો જેનો ઉપયોગ કરીને તેમણે એફિડેવિડ બદલાવી હતી. જો કે ચંદમ્બરે કહ્યું કે પહેલી એફિડેવિડ અસ્પષ્ટ હતી માટે આવું કરવામાં આવ્યું હતું.

ભારત-પાક મેચ પર રાજનીતિ ના કરે વીરભદ્ર: અનુરાગ ઠાકુર

ભારત-પાક મેચ પર રાજનીતિ ના કરે વીરભદ્ર: અનુરાગ ઠાકુર

બીસીસીઆઇ સચિવ અને ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે હિમાચલના સીએમ વીરભદ્ર સિંહની ધર્મશાળામાં ભારત પાક મેચ ન રવાની માંગ પર ટિપ્પણી કરતા કહ્યું કે વિશ્વ કપ મેચનો કાર્યક્રમ આઇસીસી નક્કી કરે છે તે પહેલાથી નક્કી હોય છે. છેલ્લા સમયે તેવું કહેવું કે અમે સુરક્ષા નહીં આપીએ તે અયોગ્ય છે. અને તેની પર રાજનીતિ ના થવી જોઇએ. આ દેશની પ્રતિષ્ઠાનો સવાલ છે.

વીરભદ્ર કહ્યું અમે ધર્મશાળામાં ભારત પાક મેચ નહીં થવા દઇએ

વીરભદ્ર કહ્યું અમે ધર્મશાળામાં ભારત પાક મેચ નહીં થવા દઇએ

કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશના સીએમ વીરભદ્ર સિંહે કહ્યું કે તે ધર્મશાળામાં ભારત પાક વચ્ચે થનારી મેચ નહીં કરવા દે. આ અંગે તેમણે રાજનાથ સિંહને એક પત્ર લખી મેચ રદ્દ કરવાની માંગણી પણ કરી છે. તેમણે કહ્યું કે ધર્મશાળામાં આ મેચ થવા દેવી શહિદ થયેલા સૈનિકોનું અપમાન છે. વીરભદ્ર કહ્યું કે પાકથી લડતા અનેક જવાનો શહિદ થયા છે અને પ્રદેશની જનતા અને દેશની જનતાનો પણ આ જ મત છે.

આ તમામ બાળકોને ચાર વર્ષે બર્થ ડે માટે રાહ જોવી પડશે

આ તમામ બાળકોને ચાર વર્ષે બર્થ ડે માટે રાહ જોવી પડશે

સોમવારે શિમલામાં 29 ફેબ્રુઆરી જન્મેલા બાળકોને બાળકોના વાર્ડમાં આ રીતે મૂકવામાં આવ્યા હતા. આ તમામ બાળકો લીપ યરમાં જન્મયા છે અને હવે તેમને તેમના બર્થ ડેની ઉજવણી માટે ચાર વર્ષ સુધી રાહ જોવી જ રહી. નોંધનીય છે કે અનેક લોકો લીપ યરને લકી સમજીને ખાસ આ દિવસે જ બાળકને જન્મે તેવો પ્રયાસ કર્યો હતો.

સુરતમાં બાળકોએ યાદ કર્યા મોરારજી દેસાઇને

સુરતમાં બાળકોએ યાદ કર્યા મોરારજી દેસાઇને

સોમવારે સુરતના બાળકોએ ગુજરાતના પહેલા વડાપ્રધાન તેવા મોરારજી દેસાઇને તેમની જન્મજયંતી નિમિત્તે કંઇક આ રીતે યાદ કર્યા હતા. કેન્ડલ પ્રગટાવીને ભારતના લોકલાડીલા વડાપ્રધાનોમાંથી એક તેવા મોરારજી દેસાઇને વિદ્યાર્થીઓએ યાદ કર્યા હતા.

નિતીન પટેલની ટિપ્પણી પર વિપક્ષે કર્યો હંગામો

નિતીન પટેલની ટિપ્પણી પર વિપક્ષે કર્યો હંગામો

વિધાનસભાના બજેટ સત્ર વખતે નિતીન પટેલે દહેગામના કોંગ્રેસ ધારાસભ્ય કામીનીબા રાઠોડ વચ્ચે શાબ્દિક ટિપ્પણી થતા નિતીન પટેલ કહ્યું કે "બેન હું બોલીશ તો ગામમાં તમે ફરી નહીં શકો". આ વાતે વિપક્ષે આજે ભારે હંગામો કરીને નિતીન પટેલની માફીની માંગણી કરી છે.

સરકારે કહ્યું પીપીએફ નીકાળવા પર નહીં આપવો પડે ટેક્સ

સરકારે કહ્યું પીપીએફ નીકાળવા પર નહીં આપવો પડે ટેક્સ

કેન્દ્ર સરકારે પીપીએફ રાશિ નીકાળવા પર રાશિ પર 60 ટકા ટેક્સ લગાવાનો પોતાનો નિર્ણય પાછો લઇ લીધો છે. સાથે જ 15 હજાર રૂપિયા મહિને કે પછી તેનાથી ઓછી સેલેરી વાળા કર્મચારીઓને આ ટેક્સ દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે.

પીએમ મોદીની વારાણસીમાં જલ્દી જ ચાલશે મેટ્રો

પીએમ મોદીની વારાણસીમાં જલ્દી જ ચાલશે મેટ્રો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી સુધી અખિલેશ યાદવની મેટ્રો હવે પહોંચશે. વારાણસીમાં 29 કિલોમીટરના પરિધમાં મેટ્રો ટ્રેન પહેલા તબક્કામાં દોડાવામાં આવશે. લખનઉ પછી ઉત્તર પ્રદેશ સરકાર વારાણસીમાં પણ મેટ્રો ટ્રેન દોડાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X