ઓવૈસીના નિવેદન બાદ ભાજપની તીખી પ્રતિક્રિયા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઓવૈસીના નિવેદન બાદ ભાજપની તીખી પ્રતિક્રિયા

ઓવૈસીના નિવેદન બાદ ભાજપની તીખી પ્રતિક્રિયા

ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા અસદુદ્દીન ઓવેસી લાતૂરમાં એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે તે ક્યારેય પણ ભારત માતાની જય નહીં બોલે. તેમણે કહ્યું સવિધાનમાં તેવું ક્યાંય નથી લખ્યું અને કોઇ તેમના ગળા પર છરી પણ રાખશે તો પણ તે ક્યારેય તેવું નહીં બોલે. તે પર વૈકંયા નાયડૂ કહ્યું કે ઓવૈસીને પોતાના આવા નિવેદન પર શર્મ આવવી જોઇએ. ભારત આપણી માતૃભૂમિ છે અને બધાએ તેની પૂજા કરવી જોઇએ. જો કે તેમણે સ્વીકાર્યું કે આવું કોઇ કાનૂનની ચોપડીમાં નથી લખ્યું.

ફાઇનલી, કોઇ તો બિલ પાસ થયું!

ફાઇનલી, કોઇ તો બિલ પાસ થયું!

પાછલા કેટલાય વખત જે લોકસભા અને રાજ્યસભામાં ખાલી હોબાળા અને હંગામાની જ વાતો થતી હતી ત્યાં આજે બન્ને સદનોમાં રિયલ એસ્ટેટ બિલ રજૂ કરવામાં આવ્યું. અને શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂ આ બિલને રજૂ કર્યું હતું. જ્યારે કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જૂન તેને પાસ કરવામાં રસ બતાવ્યો છે.

વિજય માલ્યાની મુશ્કેલીઓ વધી પાંચ વધુ કેસમાં બિનજામીન વૉરંટ જાહેર

વિજય માલ્યાની મુશ્કેલીઓ વધી પાંચ વધુ કેસમાં બિનજામીન વૉરંટ જાહેર

વિજય માલિયાની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ચેક બાઉન્સ મામલે હવે તેમની પર બિનજામીન વૉરંટ જાહેર કરવામાં આવ્યો છે. ચેક બાઉંસ કેસમાં હૈદરાબાદ કોર્ટ પણ તેમને 29 માર્ચે હાજર થવાનું કહ્યું છે. આમ માલિયા પર દાખલ 11 કેસમાંથી 6 કેસમાં તેમની વિરુદ્ધ બિન જામીન વોરંટ દાખલ થઇ ચૂક્યો છે.

જેએનયૂ વિવાદ: કન્હૈયાને મળી રાહત!

જેએનયૂ વિવાદ: કન્હૈયાને મળી રાહત!

દેશદ્રોહના આરોપમાં સશર્ત જમાનત પર મુક્ત થયેલા જવાહર લાલ નહેરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંધના અધ્યક્ષ કન્હૈયા કુમારને દિલ્હી હાઇકોર્ટે રાહત આપી છે. કોર્ટે કન્હૈયાને તે અરજીને ફગાવી છે જેમાં કન્હૈયાના કેસની આઇબી દ્વારા તપાસ અને કન્હૈયાની જમાનતને રદ્દ કરવાની વાત કરવામાં આવી હતી.

યો યો હની સિંહે કહ્યું હા મને બાયપોલર ડિસઓર્ડર છે.

યો યો હની સિંહે કહ્યું હા મને બાયપોલર ડિસઓર્ડર છે.

પાછલા 18 મહિનાથી બોલીવૂડ અને સંગીતની દુનિયાથી દૂર થયેલા જાણીતા ગાયક યો યો હની સિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે બાયપોલર ડિસઓર્ડર નામની માનસિક બિમારીથી પીડાય છે. આ બિમારીથી પીડાતા લોકો અમુક લોકોનો સામનો નથી કરી શકતા. વધુમાં હની સિંહે કહ્યું કે તે દારૂની લત્તની પીડાય છે. જેના કારણે તે પાછલા 18 મહિનાથી વિવિધ ટ્રીટમેન્ટ અને દવા લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે આ દરમિયાન તેમણે 50 જેટલા ગીતો લખ્યા છે જેને જલ્દી જ તે લોકોની સામે મૂકશે.

માયાવતીએ રાજ્યસભામાં કહ્યું કાંશીરામને આપો ભારત રત્ન

માયાવતીએ રાજ્યસભામાં કહ્યું કાંશીરામને આપો ભારત રત્ન

બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ કાશીરામને ભારત રત્ન આપવાની માંગ કરી છે. રાજ્યસભામાં માયવતીએ આ મામલે મુદ્દો ઉઠાવ્યો છે. આજે કાંશીરામના જન્મ દિવસ પર બસપા સુપ્રીમો વાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X