For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્ગારેટ આલ્વા વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે, શરદ પવારે જાહેરાત કરી

NDAની જાહેરાતના એક દિવસ બાદ હવે વિપક્ષે પણ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. વિપક્ષ તરફથી માર્ગારેટ આલ્વા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. એનસીપી નેતા શરદ પવારે સર્વદળીય બેઠક બાદ આ માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જુલાઇ : NDAની જાહેરાતના એક દિવસ બાદ હવે વિપક્ષે પણ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. વિપક્ષ તરફથી માર્ગારેટ આલ્વા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. એનસીપી નેતા શરદ પવારે સર્વદળીય બેઠક બાદ આ માહિતી આપી છે.

કોંગ્રેસ નેતા માર્ગારેટ આલ્વાના નામ પર સધાઇ સહમતી

કોંગ્રેસ નેતા માર્ગારેટ આલ્વાના નામ પર સધાઇ સહમતી

રવિવારના રોજ NCP નેતા શરદ પવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને વિપક્ષી દળોની બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુનખડગે, સીપીએમના સીતારામ યેચુરી, શિવસેનાના ઉદ્ધવ જૂથના સંજય રાઉત સહિત ઘણા નેતાઓ શામેલ છે.

આ જ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિપદ માટે વિપક્ષના ઉમેદવાર માટે કોંગ્રેસ નેતા માર્ગારેટ આલ્વાના નામ પર સહમતિ બની હતી.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટના રોજચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 19 જુલાઈ નામાંકન માટેની છેલ્લી તારીખ છે.

10 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે વેંકૈયા નાયડુનો કાર્યકાળ

10 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે વેંકૈયા નાયડુનો કાર્યકાળ

વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અનુચ્છેદ 68માં વર્ણવેલી વ્યવસ્થાઅનુસાર, આઉટગોઇંગ ઉપરાષ્ટ્રપતિની મુદ્દત પૂરી થાય, તે પહેલા આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જરૂરી છે. લોકસભા અને રાજ્યસભા એમસંસદના બંને ગૃહોના સભ્યો ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કરે છે.

NDAએ ધનખરને બનાવ્યા ઉમેદવાર

NDAએ ધનખરને બનાવ્યા ઉમેદવાર

એક દિવસ પહેલા શનિવારના રોજ NDAએ પણ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપીનડ્ડાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર હશે.

ભાજપના સંસદીય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી હતી.

English summary
Margaret Alva will be the opposition's vice-presidential candidate, announced Sharad Pawar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X