પારકી સ્ત્રીને મેળવવા માટે પરણિત પુરુષે આપી બલી, પછી...
દિલ્હીમાં અંધવિશ્વાસનો ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક પરણિત પુરુષે એક પારકી સ્ત્રીને પોતાના વશમાં કરવા માટે દિવાળીની રાત્રે એક ઘુવડની બલી આપી.
દિલ્હીમાં અંધવિશ્વાસનો ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક પરણિત પુરુષે એક પારકી સ્ત્રીને પોતાના વશમાં કરવા માટે દિવાળીની રાત્રે એક ઘુવડની બલી આપી. તેને લાગ્યું હતું કે આવી તંત્ર ક્રિયા કરવાથી તે મહિલાને પોતાના કાબુમાં કરી લેશે. પરંતુ એવું કઈ જ થયું નહીં. તેનાથી વિપરીત બીજા જ દિવસે તે વ્યક્તિના પિતાની મૌત થઇ ગઈ. તેમ છતાં તે વ્યક્તિના વ્યવહારમાં કોઈ પણ ફરક પડ્યો નહીં. તે અંધવિશ્વાસથી બહાર ના આવી શક્યો. રોજ રાત્રે ઘુવડ સાથે તંત્રક્રિયા કરતો રહ્યો. આખા મામલાનો ખુલાસો ત્યારે થયો જયારે કેટલાક પાડોસીઓને તેના ઘરથી રાત્રે અજીબ અવાઝ આવવા લાગ્યો અને તેમને પોલીસમાં તેની ફરિયાદ કરી.
આ પણ વાંચો: કેમ કાળા જાદુમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે?

પારકી સ્ત્રીને વશમાં કરવા માટે તંત્રક્રિયા
પાડોસીઓની ફરિયાદ પર પોલીસે તેના ઘરમાં છાપો માર્યો. જાંચમાં આરોપીના ઘરમાં રાખેલા કુલરમાં મરેલા ઘુવડ મળી આવ્યા. ત્યારપછી પોલીસે આરોપી વ્યક્તિની ઘરપકડ કરી લીધી. પોલીસે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા વ્યકતિની ઓળખ 40 વર્ષના કન્હૈયા તરીકે થઇ છે. જે દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં રહે છે. કન્હૈયા એક ટ્રક ડ્રાઈવર છે. તેને યુટ્યુબ પર ઘુવડની બલી આપવાનો વીડિયો જોયા પછી તેને અંઝામ આપ્યો. જે વીડિયો જોઈને તેને આવું કર્યું તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ એક તાંત્રિક પ્રક્રિયા છે, જેને પુરી કરવા પર તમે લોકોને વશમાં કરી શકો છો.

દિવાળીની રાત્રે ઘુવડની બલી, બીજા દિવસે પિતાની મૌત
પોલીસે જયારે આરોપી યુવકને તંત્રમંત્ર વિશે સવાલ કર્યો, તો તેના જવાબમાં તેને કહ્યું કે તે એક મહિલાને પ્રેમ કરે છે અને તેને વશમાં કરવા માટે તેનું આવું કર્યું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે વ્યક્તિ પરણિત છે અને તેને ત્રણ બાળકો પણ છે. દિવાળીની રાત્રે ઘુવડની બલી આપવાની જાણકારી તેના પરિવારને પણ હતી.

પાડોસીઓની ફરિયાદ પણ પોલીસે આરોપીની ધરપકડ કરી
મરેલા ઘુવડની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે તેના શરીર પણ ઘણા ઘા હતા, જેને કારણે તેમની મૌત થઇ. રિપોર્ટમાં મળતી જાણકારી અનુસાર ઘુવડ પર ચપ્પાથી ઘા મારવામાં આવ્યા હતા અને તેની સાથે સાથે ઘુવડના શરીર પણ ઘણી સોયા પણ મારવામાં આવી હતી. પૂછપરછમાં કન્હૈયાએ જણાવ્યું કે 15 દિવસ પહેલા જ તેને જીજા પાસેથી તેને ઘુવડ મંગાવ્યા હતા.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
પોલીસે જણાવ્યું કે તંત્રમંત્ર સાથે જોડાયેલા મામલાની તેઓ તપાસ કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપીના પરિવારના લોકોની પણ પુછપરછ કરવામાં આવશે, જેથી ખબર પડે કે આખરે બીજું કોઈ પણ આ મામલે જોડાયેલું છે કે નહીં. પોલીસને શંકા છે કે આરોપીની પત્ની પણ આ મામલે જોડાયેલી છે કે નહીં.












Click it and Unblock the Notifications
