Marutiએ 20 દિવસમાં બનાવ્યા 1500થી વધુ વેંટિલેટર્સ, હવે સરકારને ઓર્ડરનો ઈંતેજાર
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે સૌથી મહત્વપૂર્ણ ઉપરણ એટલે કે વેંટિલેટર્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. સ્ટડીમાં જાણવા મળ્યું કે લોહીમાં ઓક્સિઝનની માત્રા વધારતા મશીન કોરોના દર્દીના ઈલાજમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ મશીન હ્રદય અને ફેફસાની બીમારી માટે ઉપયોગમાં લેવાય ચે અને માણસોના લોહીમાં ઑક્સિઝન પહોંચાડવાનું કામ કરે છે જેનાથી હ્રદય અને ફેફસાને આરામ મળે.

કંપનીએ 20 દિવસમાં 1500 વેંટિલેટર બનાવ્યા
જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારે વેંટિલેકરની કમી હોવાનો હવાલો આપતા ઑટોમોબાઈલ કંપનીઓએ વિશેષ અનુરોધ કર્યો હતો કે તે વેંટિલેટર બનાવવામાં સરકારની મદદ કરે. સરકારના અનુરોધ પર કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી અને મહિન્દ્રા મદદ માટે આગળ આવી. જે બાદ મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ દેશમાં વેંટિલેટરનું ઉત્પાદન વધારવા માટે AgVa હેલ્થકેર સાથે મળી કામ કરવું શરૂ કરી દીધું હતું. કંપનીએ 20 દિવસમાં 1500 વેંટિલેટર બનાવીને તૈયાર કરી દીધા હતા.

સરકારના ઓર્ડરનો ઈંતેજાર કરી રહી છે કંપની
હાલ સમસ્યા એ છે કે આ સમયે આ વેંટિલેટર્સનો ઉપયોગ કરાયો નથી કેમ કે કંપની ડિસ્પેચ માટે સરકારના આદેશનો ઈંતેજાર કરી રહી છે. એનડીટીવીને આપેલ ઈન્ટર્વ્યૂમાં મારૂતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે કહ્યું કે વેંટિલેટરની મહત્વપૂર્ણ કમીને કારણે સરકારે અમને અનુરોધ કર્યો હતો. HLL લાઈફકેર (સરકારી ઉદ્યમ)એ અમારા દ્વારા બનાવવામમાં આવેલ વેંટિલેટરનું નિરીક્ષણ કર્યું હતું. દુર્ભાગ્યવશ તેમણે હજી સુધી અમને રિપોર્ટ મોકલ્યો નથી. અમે હજી પણ તેમના આદેશનો ઈંતેજાર કરી રહ્યા છીએ જેથી પતો લાગી શકે કે આ વેંટિલેટરને ક્યાં ડિસ્પેચ કરી શકાય છે.

મેદાંતામાં આ વેંટિલેટર્સનું ટેસ્ટિંગ થયું
ભાર્ગવે કહ્યું કે, જ્યારે નિર્ણય લેવાના મામલામાં સરકારી કંપનીઓ હંમેશા ધીમી હોય ચે. ખાનગી કંપનીની કામ કરવાની રીત અલગ હોય ચે. તેમણે કહ્યું કે પાછલા 2 અઠવાડિયાથી ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં વેંટિલેટરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ વેંટિલેટરના પ્રદર્શનથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે અને તેમણે આવા પ્રકારના વધુ યૂનિટની માંગ કરી છે. કંપનીએ કહ્યું કે તેઓ મે મહિનાના અંત સુધી સરકારને 10 હજાર વેંટિલેટર્સની સપ્લાઈ કરી દેશે. હાલ કંપની દરરોજ 250થી 300 વેંટિલેટર્સનું નિર્માણ કરી રહી છે. જે વધારીને 400 વેંટિલેટર્સ કરવામાં આવે તેવો કંપનીનો લક્ષ્ય છે.
કોરોના દર્દીઓ માટે આવી નવી ગાઈડલાઈન, ઘરે જ આઈસોલેશનનો વિકલ્પ