For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

166 લોકોનો હત્યારો આતંકી લખવી આઝાદ, ભારતમાં હાઇ એલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 એપ્રિલ: મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ જકિઉર રહેમાન લખવી હવે જેલમાંથી આઝાદ થઇ ગયો છે. લખવીના આઝાદ થવાની સાથે જ જમ્મુ-કાશ્મીરની સરહદી સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. દેશની ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી જારી કરી છે કે લખવીની આઝાદી બાદ લશ્કર-એ-તૈયબાની સક્રિયતા વધી જશે.

આઇએસઆઇનો પ્રિય છે લખવી
પાકિસ્તાનમાં હાફિઝ સઇદ બાદ લખવીને સૌથી મોટા ઝેહાદીના રૂપમાં ઓળખવામાં આવે છે. લખવી આઇએસઆઇનો પ્રિય રહ્યો છે. લખવી દ્વારા જ આઇએસઆઇ છદ્મ યુદ્ધ લડતુ રહે છે. જોકે આઇએસઆઇની પાસે લખવીને લઇને હજી કોઇ ત્વરિત યોજના નહીં હોય પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આઇએસઆઇ અફગાનિસ્તાનમાં લખવીનો ઉપયોગ કરી શકે છે.

pakistan
છદ્મ યુદ્ધ માટે આઇએસઆઇ કરશે લખવીનો ઉપયોગ
હાલમાં જ આઇએસઆઇએસની અફગાનિસ્તાનમાં સક્રિયતાના કારણે પાકિસ્તાન લખવીને મુખ્ય હથિયારના રૂપમાં ઉપયોગ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે લખવીને પોતાની લશ્કરની ફૌજની સાથે અફગાનિસ્તાન મોકલવામાં આવે. સાથે જ પાકિસ્તાનના હિતમાં લખવીનો ઉપયોગ થઇ શકે છે.

જોકે લખવીનો કાશ્મીરને લઇને વિશેષ લગાવ છે, પરંતુ હાલના દિવસોમાં પાકિસ્તાન માટે તહરીક-એ-તાલિબાન અને આઇએસઆઇએસ એક મોટો પડકાર છે. એવામાં લખવીને આ સંગઠનો વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવશે.

terrorist
ઝેહાદીઓનો સૌથી મોટો ઇમામ છે લખવી
પાકિસ્તાનમાં લખવીને તમામ ઝેહાદી સંગઠનોના ઇમામ માનવામાં આવે છે. લખવીએ ઝેહાદના નામ પર પોતાના પરિવારના સભ્યોને પણ યુદ્ધ દરમિયાન મેદાનમાં ઉતાર્યા છે, જેના પગલે તેને માનનારાઓની સંખ્યા વધારે છે. લખવીએ પોતાના બંને પુત્રો અબુ કાસિમ અને અબુ કતલને કાશ્મીરમાં ભારતીય સેના વિરુદ્ધ લડવા માટે ઉતારી દીધા હતા.

લખવીએ પોતાની પત્નીને પણ એ જણાવ્યું હતું કે તે હિમ્મત રાખે અને પોતાના પુત્રોને ગુમાવતા દુ:ખી ના થાય. એટલું જ નહીં લખવીએ પોતાની પત્નીને તે વિધવા મહિલાઓ માટે એક કેમ્પ ચલાવવા જણાવ્યું છે કે જેમના પતિઓ કાશ્મીરની લડાઇમાં માર્યા ગયા છે. આ જ કારણોસર લખવીને પાકિસ્તાનમાં સૌથી મોટા ઝેહાદી તરીકે માનવામાં આવે છે.

lakhavi
ભારત વિરુદ્ધ લખવીની કટ્ટરતા
લખવી હંમેશાથી ભારતનો કટ્ટર વિરોધી રહ્યો છે. લખવીએ પોતાના નિવેદનોમાં એક વાર ફરી જણાવ્યું હતું કે તેનો મુખ્ય ઉદ્દેશ ભારતની તબાહી છે, જેના પગલે પાકિસ્તાનમાં લોકપ્રિયતા ખૂબ જ વધી ગઇ હતી. એટલું જ નહીં લખવીએ જણાવ્યું હતું કે લશ્કરની સંપૂર્ણ સેના તે ભારત વિરુદ્ધ ઉતારી દેશે.

લખવીએ કારગિલ યુદ્ધ પહેલા જણાવ્યુ હતું કે ભારત વિરુદ્ધ હવે યુદ્ધ કરવાનો સમય આવી ગયો છે. લખવીએ જણાવ્યું હતું કે ભારતને તોડવાનો સમય આવી ગયો છે અમારે તેની તૈયારી કરવી જોઇએ. લખવીએ કાશ્મીર અને હૈદરાબાદને પણ તોડવાની ધમકી આપી હતી.

English summary
As Zaki-ur-Rehman Lakvhi walks out of a jail in Pakistan, security along the border areas especially in Jammu and Kashmir have been increased.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X