For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં આગનું તાંડવ, 3ના મોત, 100 ઝુપડીઓ સ્વાહા

By Super
|
Google Oneindia Gujarati News

fire
નવી દિલ્હી, 12 એપ્રિલઃ દિલ્હીના બવાના વિસ્તારમાં બપોરે 1.35 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી ગઇ. આ આગ એટલી ભંયકર હતી કે લગભગ આખો વિસ્તાર તેની ઝપેટમાં આવી ગયો હતો. આગ લાગ્યાના સમાચાર મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મહામહેનતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

ફાયર બ્રિગેડના અઘિકારીઓએ જણાવ્યા પ્રમાણે સૂચના મળતાની સાથે જ 20 ગાડીઓને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આગ બવાના વિસ્તારની જેજે કોલોનીમાં લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. લોકોનું કહેવું છે છે કે વિજળીનો તાર વિસ્તારની ઝુપડીઓ પર પડવાથી આગ લાગી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ખાસ્સો ગુસ્સો છે અને લોકોએ જોરદાર તોડફોડ મચાવ્યો છે. પોલીસ અને પ્રશાસનિક અધિકારી મામલાની તપાસ કરી રહ્યાં છે. જો કે, અત્યારસુધી કોઇપણ વળતરની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોની જાણ થઇ શકી નથી.

English summary
A fire broke out at Bawana slum clusters in Delhi on Friday gutting several hutments. Twenty-fire tenders were reportedly rushed to the site immediately to douse the blaze.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X