મુંબઇના હિરાપન્ના મોલમાં લાગી ભિષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ હાજર, 14 લોકોને બચાવાયા
મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આવેલા હીરા પન્ના મોલમાં શુક્રવારે અચાનક ભીષણ આગ લાગી હતી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અનુસાર, મોલમાં ફસાયેલા 14 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બપોરે 3.15 વાગ્યાની આસપાસ બની હતી. અચાનક મોલમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. ઈમારતને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. લોકો મોલની બહાર દોડી આવ્યા હતા. પરંતુ અંદર 14 લોકો ફસાઈ ગયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ તેને લેવલ થ્રીની આગ ગણાવી છે.

12 ફાયર એન્જિન સહિત 25 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મોલમાં ફસાયેલા 14 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
તમને જણાવી દઈએ કે 16 સપ્ટેમ્બરે મુંબઈના કુર્લા સ્થિત 12 માળની ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 60 લોકોનો જીવ જોખમમાં હતો. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ગૂંગળામણથી પીડાતા તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
#WATCH | Mumbai: A level 3 fire broke out in the Hira Panna Mall of the Jogeshwari area. No injuries have been reported: BMC https://t.co/UtKboIZKxF pic.twitter.com/mLYUpQe94n
— ANI (@ANI) September 22, 2023












Click it and Unblock the Notifications
