બંધ રહેશે કેદારનાથના કપાટ, યાત્રા અશક્ય
નવી દિલ્હી, 19 જૂનઃ ઉત્તરાખંડમા થયેલા મેઘ તાંડવે તબાહી મચાવી છે અને સોથી વધુ લોકોના મૃત્યું થયા છે, હજારો લોકો ફસાયા છે તો અનેક લાપતા છે. સૌથી વધુ નુક્સાન કેદારનાથમાં થયું છે. મંદિરને છોડીને બાકી બધુ બરબાદ થઇ ગયું છે. મંદિરના ગર્ભગૃહમાં કાટમાળ જમા થઇ ગયો છે.
કાટમાળ અને થયેલા નુક્સાનને જોઇને કહેવામાં આવી રહ્યું છે કે, કેદારનાથ યાત્રી ફરીથી શરૂ કરવામાં બેથી ત્રણ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. ઉત્તરાખંડ સરકારે જણાવ્યા પ્રમાણે કેદારનાથમાં એવી ભીષણ તબાહી મચી છે કે ફરીથી યાત્રા શરૂ કરવામાં સમય લાગી શકે છે.
સીએમ બહુગુણાએ એ વાતના સંકેત આપ્યા છે કે કેદારનાથમાં આખો વિસ્તાર તબાહ થઇ ગયો છે. મંદિરની ચાર દિવાલો સિવાય કંઇ જ બચ્યું નથી. ના ધર્મશાળા છે, ના કાર્યાલય છે, ના દુકાનો. રસ્તાઓ પણ પાણીમાં વહી ગયા છે.

છેલ્લા 48 કલાકોથી સતત કેદારનાથમાં રેસ્ક્યુ ઓપરેશન જારી છે. સેનાનું જવાન હેલીકોપ્ટરથી લોકોને બચાવવામાં લાગેલા છે. રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, આવી તબાહી પહેલા ક્યારેય જોવા મળી નથી. અત્યારસુધી અહીથી અંદાજે 500 લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે. વાયુસેનાએ ઓપરેશન રાહત શરૂ કરી દીધું છે. વાયુસેનાને યુમનાનગર, કેદારનાથ, બદ્રીનાથ ક્ષેત્ર, રુદ્રપ્રયાગ ઘાટી, કરચમ-પુહ ક્ષેત્રમાં બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.












Click it and Unblock the Notifications
