For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉર્દુ શીખવવાને બહાને બાળકીનું યૌન શોષણ કરતો હતો મૌલવી, ધરપકડ

યુપીના ગોરખપુરમાં ઉર્દૂ ભણાવવાને બહાને મૌલવીની કાળી કરતૂતનો ખુલાસો થયો છે. મૌલવી 12 વર્ષીય છાત્રા પર ઘણા દિવસોથી બળાત્કાર ગુજારતો હતો.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

યુપીના ગોરખપુરમાં ઉર્દૂ ભણાવવાને બહાને મૌલવીની કાળી કરતૂતનો ખુલાસો થયો છે. મૌલવી 12 વર્ષીય છાત્રા પર ઘણા દિવસોથી બળાત્કાર ગુજારતો હતો. બાળકી જ્યારે રહસ્યમય રીતે ઘરમાંથી ગાયબ થઈ ગઈ ત્યારે આ મામલો બહાર આવ્યો હતો. પરિવાર તેની શોધમાં મૌલવીના ઘરે પહોંચ્યો હતો, જ્યાં બાળકીને બંધક બનાવી હતી. ગામ લોકોએ મૌલવીને પકડી પોલીસના હવાલે કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો.

મસ્જિદમાં બનેલા રૂમમાં બાળકીને ઉર્દુ શીખવાડતો હતો મૌલવી

મસ્જિદમાં બનેલા રૂમમાં બાળકીને ઉર્દુ શીખવાડતો હતો મૌલવી

બાદલગંજના બૈદૌલીમાં રહેતો મૌલવી ઈમરાન ખાન વિસ્તારની એક મસ્જિદમાં નમાઝ પઢતો હતો. મસ્જિદમાં રહીને તે પોતાના ઓરડામાં બાળકોને ઉર્દૂ શીખવતો. 12 વર્ષની બાળકી પણ તેની પાસે ઉર્દુનો અભ્યાસ કરવા માટે આવતી હતી. દરમિયાન, બાળકી રહસ્યમય રીતે ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી. સબંધીઓએ તેની ઘણી શોધ કરી.

મૌલવીમાં બંધક મળી આવી બાળકી

મૌલવીમાં બંધક મળી આવી બાળકી

એક દિવસ પછી, લોકોએ મૌલવીના ઓરડામાંથી બાળકીની ચીસ સાંભળી. જ્યારે રૂમ ખોલ્યો ત્યારે તે બાળકી અંદરથી બંધક મળી આવી હતી. લોકોએ તાત્કાલિક મૌલવીને પકડ્યો અને પોલીસને હવાલે કર્યો. પૂછપરછ દરમિયાન બાળકીએ પરિવારને મૌલવીની કામગીરી અંગે માહિતી આપી હતી. બાળકીએ જણાવ્યું કે મૌલવીએ તેને ધમકી આપી રૂમમાં બોલાવી હતી.

મૌલવીને જેલમાં મોકલવામાં આવ્યો

મૌલવીને જેલમાં મોકલવામાં આવ્યો

પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મૌલવી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. રવિવારે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મસાજ પાર્લરના રજિસ્ટરથી નવો ખુલાસો, મળતું હતું 'ગુપ્ત મસાજ'

English summary
Mawlawi jailed for physical abusing a girl while teaching Urdu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X