For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ સોમાલિયાથી કરી કેરળની તુલના થયો વિવાદ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદીએ સોમાલિયાથી કરી કેરળની તુલના થયો વિવાદ

મોદીએ સોમાલિયાથી કરી કેરળની તુલના થયો વિવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની એક ચૂંટણી રેલીમાં કેરળની તુલના સોમાલિયાથી કરતા કેરળના મુખ્યમંત્રી ઓમાન ચંડીએ આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કરતા મોદીના રાજીનામાંની માંગ કરી છે. ચંડીનું કહેવું છે કે કેરળનો આર્થિક અને માનવ સંશાધન વિકાસ રાષ્ટ્રિય આંકડાઓથી પણ વધારે છે. તેમ છતાં મોદી કેરળની તુલના સોમાલિયાથી કરે છે.

માલ્યાને દેશવટોનો નહીં કરાવી શકીએ, પણ મદદ કરશું- બ્રિટન

માલ્યાને દેશવટોનો નહીં કરાવી શકીએ, પણ મદદ કરશું- બ્રિટન

બ્રિટન સરકારે કહ્યું કે તે ડિફોલ્ટર વિજય માલ્યાને દેશવટો તો નહીં આપી શકે પણ તે ભારત સાથે તેના પ્રત્યાર્પણ વિશે વિચાર ચોક્કસથી કરશે. બ્રિટને તે વાત સ્વીકારી છે કે માલિયા વિરુદ્ધ જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તે ગંભીર પણ તે અંગે તે ભારત સરકાર સાથે સહયોગ કરશે.

કોમલ પટેલ ગણિત સાથે UPSC પાસ કરનાર પ્રથમ મહિલા ગુજરાતી

કોમલ પટેલ ગણિત સાથે UPSC પાસ કરનાર પ્રથમ મહિલા ગુજરાતી

મહેસાણાની કોમલ પટેલે ગણિતના વિષય સાથે પ્રથમ પ્રયત્નમાં જ યુપીએસસી પરીક્ષા પાસ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતમાં લગભગ 25 વર્ષ પછી ગણિતના વિષય સાથે કોઇએ પરીક્ષા પાસ કરી છે. યુપીએસસીની વર્ષ 2015માં લેવાયેલી પરીક્ષાના પરિણામમાં ગુજરાતમાંથી કુલ 12 ઉમેદવારો પાસ થયા છે. જેમાં સાબરકાંઠાનો રવીન્દ્ર પટેલે ઓલ ઇન્ડિયામાં 176 રેન્ક મેળવીને ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. તો મિકેનિકલ એન્જિનિયર તેજસ પરમારે ગુજરાતી સાહિત્ય સાથે સિવિલ સર્વિસિસની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે.

હરિશ રાવતે સાબિત કર્યો બહુમત, ઉત્તરાખંડમાં નહીં લાગે રાષ્ટ્રપતિ શાસન

હરિશ રાવતે સાબિત કર્યો બહુમત, ઉત્તરાખંડમાં નહીં લાગે રાષ્ટ્રપતિ શાસન

મંગળવારે ઉત્તરાખંડ વિધાનસભામાં બહુમતનું પરિણામ સુપ્રિમ કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યું હતું. જેના બાદ ઉત્તરાખંડમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ઔપચારિક જાહેરાત કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સાથે જ દોઢ મહિનાથી ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટનો હવે અંત આવ્યો છે. અને ટૂંકમાં જ ફરી હરીશ રાવત ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકેનું પોતાનું પદ ફરી સંભાળશે.

 મધ્ય ગુજરાતના ફતેપુરામાં વાવાઝોડામાં એક બાળકનું મોત

મધ્ય ગુજરાતના ફતેપુરામાં વાવાઝોડામાં એક બાળકનું મોત

મધ્ય ગુજરાતના ફતેપુરા તાલુકામાં અચાનક તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતાં તાલુકામાં અનેક લોકોના ઘરોની દિવાલો ધરાશયી થઇ હતી, તેમજ ઘરના પતરા અને નળીયાઓ ઉડી ગયા હતા, તો કેટલાક સ્થળોએ વીજ થાંભલાઓ અને વાયરો તૂટી ગયાની ઘટના બની હતી. ફતેપુરાના ડુંગર ગામે નવા મકાનની દિવાલ ધસી પડતાં તેની નીચે દબાઇ જવાથી આઠ વર્ષીય એક બાળકનું પણ મોત થયું છે.

લાલજી પટેલની પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરી પિટીશન

લાલજી પટેલની પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરી પિટીશન

લાલજી પટેલની પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં આજે પિટીશન રજૂ કરીને છે. જે મુજબ લાલજી પટેલનાં પત્નીએ સ્થાનિક પોલીસની તપાસ સામે જ સવાલો ઊભા કરી સ્વતંત્ર તપાસ સમિતિ (સીટ) રચવા માંગ કરી છે.

મોઢવાડિયાના પુત્રએ સાઇબર સેલને પત્ર લખી કરી માંગ

મોઢવાડિયાના પુત્રએ સાઇબર સેલને પત્ર લખી કરી માંગ

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થે પોલીસ કમિશનરને પત્ર લખીને સોશિયલ મીડિયામાં પોતાની બદનામી અંગે ફરિયાદ કરી છે. તેણે પત્રમાં લખ્યું છે કે, સોશિયલ મીડિયામાં એક યુવક અને યુવતીના અશ્લીલ ફોટાને મારું નામ આપીને મારી બદનામી થઈ રહી છે. જે અંગે યોગ્ય તપાસ કરવાની તેણે માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે પાર્થ મોઢવાડિયાના નામે યુવતી સાથેની કઢંગી હાલતની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

ધોળકા GIDCમાં લાગેલી આગ 18 કલાક બાદ કાબૂમાં આવી

ધોળકા GIDCમાં લાગેલી આગ 18 કલાક બાદ કાબૂમાં આવી

અમદાવાદના ધોળકા જીઆઈડીસીમાં આવેલી પોલીમર કંપનીમાં લાગેલી આગ 18 કલાક બાદ આખરે કાબુમાં આવી ગઈ હતી. ધોળકામાં આવેલી જગદંબા પોલીમર કંપનીમાં લાગેલી ભીષણ આગ બૂઝાવવા માટે અમદાવાદના પાંચ ફાયર ફાઈટર ઉપરાંત બાવળા, બગોદરા અને ખેડાના પણ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હત. તેમણે 60થી વધુ વોટર ટેન્કરોનો મારો ચલાવ્યો છે. વળી આગ એટલી ભીષણ છે કે દૂરથી તેના ધૂમાડા જોઈ શકાયા હતા.

English summary
May 11: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X