અમદાવાદમાં દારૂની પાર્ટીમા ઝડપાયો અર્જુન મોઢવાડિયાનો પુત્ર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મધર્સ ડે પર હાર્દિક પટેલે માતાને પત્ર, કહ્યું તારા પેટે જન્મીને ધન્ય થયો

મધર્સ ડે પર હાર્દિક પટેલે માતાને પત્ર, કહ્યું તારા પેટે જન્મીને ધન્ય થયો

આમ તો હાર્દિકના લેટર બોમ્બથી સરકાર ઉંચી નીચી થઈ જતી હોય છે પરંતુ આ મધર્સ ડેના દિવસે હાર્દિકે પોતાની માતાને લાગણીસભર પત્ર લખીને કહ્યુ હતું કે આપણે રડવાનુ નથી. તમે મને ભૂલી જજો અને માનજો કે હુ શહિદ થઈ ગયો. હાર્દિકે પત્રમાં માતાને સંબોધીને લખ્યું હતું કે આપણે બે મહિનાથી મળ્યા નથી. આપણે રડવાનું નથી પણ અન્યાય સામે લડવાનું છે. મમ્મીને ટૂંકમાં કહીશ કે આપણે શાંતિથી એટલા માટે રહી શકીએ છીએ જેમ કે પોતાની માતા, પત્ની,દીકરાને છોડીને આપણી રક્ષા માટે જવાનો સરહદ પર રહે છે તો શહીદ પણ થાય છે. તું પણ મમ્મી એમ જ સમજ કે હું આર્મીમાં છું, ભાજપ મને તથા મારા પરિવારને નબળો જોવા માંગે છે. આ ઉપરાંત હાર્દિકે પોતાનો દ્રઢ નિર્ણય જાહેર કરતો હોય તેમ લખ્યુ હતું હું આ અન્યાય તથા તાનાશાહી સામે ઝૂકવા નથી માંગતો, મમ્મી તારા પેટે જન્મ આપીને તે તો મને ધન્ય કરી દીધો.

અમદાવાદમાં દારૂની પાર્ટીમા ઝડપાયો અર્જુન મોઢવાડિયાનો પુત્ર

અમદાવાદમાં દારૂની પાર્ટીમા ઝડપાયો અર્જુન મોઢવાડિયાનો પુત્ર

અમદાવાદમાં ઈસ્કોન ચાર રસ્તા નજીક આવેલા આશાવરી ટાવરમાં વરુણ જૈનની રવિવારે બર્થ-ડે હોવાથી તમામ મિત્રો તેના ઘરે ભેગા થઇને કેક કાપ્યા બાદ દારૂની પાર્ટી શરૂ કરી હતી. દરમિયાન 12.45 વાગ્યે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચંદ્રકલાબા જાડેજાએ રેડ પાડીને તમામને ઝડપી લીધા હતા. આ નબીરાઓ પાસેથી બિયરની 28 બોટલ અને 12 મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 1.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો દારૂની પાર્ટીમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયાનો પુત્ર પાર્થ પણ હાજર હતો.

અર્જૂન મોઢવાડિયાનો આરોપ પોલિસે માંગ્યા 11 લાખ

અર્જૂન મોઢવાડિયાનો આરોપ પોલિસે માંગ્યા 11 લાખ

જો કે કોંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ પોતાના પુત્રનું નામ બહાર આવતા મીડિયા સાથે વાતચીતમાં પોલિસ સામે સામો આક્ષેપ લગાવ્યો છે. નોંધનીય છે કે બર્થ-ડે બોય વરુણ જૈન સહિત પકડાયેલા તમામ નબીરાઓ મોટા માથાના પુત્રો હોવાથી સેટેલાઇટ પોલીસે સવાર સુધીમાં ફટાફટ કાગળની કાર્યવાહી અને મેડિકલ તપાસ સહિતની કામગીરી પતાવી દીધી હતી. જો કે મોઢવાડિયાનો પોલીસ પર આરોપ છે કે પોલીસે સમાધાન કરવા 11 લાખની માગણી કરી છે.

"ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ"માં એશની હાજરીમાં ગુજ્જુઓનું થયું સન્માન

બોલીવૂડ અને ગુજરાતમાં પોતાનું મહત્વનું યોગદાન આપનારા 50 જેટલા ગુજરાતીઓને રવિવારે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી પાર્થિવ ગોહિલ, અરવિંદ વેગડા, દર્શન રાવલ જેવા ગુજરાતીઓને આ સમારંભમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો કે આ એવોર્ડ સમારંભમાં ઐશ્વર્યા રાય બચ્ચને તેની ફિલ્મ સરબજીતનું પ્રમોશન કર્યું હતું. ત્યારે ઠસ્સાદાર ઐશની સુંદરતા પર ગુજરાતીઓ આફરીન થયા હતા.

આજે અખાત્રીજના દિવસે ભાવનગરનો 294મો સ્થાપાના દિવસ

આજે અખાત્રીજના દિવસે ભાવનગરનો 294મો સ્થાપાના દિવસ

આજે ભાવનગરનો ૨૯૪મો સ્થાપાના દિવસ છે. વિક્રમસંવત ૧૭૭૯ના વૈશાખ સુદ ૩ (અખાત્રીજ) ના દિવસે સિહોરના રાજવી ભાવસિંહજી પહેલાએ રુવા ગામ નજીક દરિયા કિનારે જગ્યા પસંદ આવી જતા નગર વસાવવાનો નિર્ણય કર્યો હતો. તેમના રાજવી મિત્રો સિહોર નજીકના ૧૩ ગામ એકત્ર કરીને નવું ગામ વસાવી ભાવનગરની સ્થાપનાનું ટાણું સાચવ્યું. જેથી તે ગામ આજે ટાણા તરીકે ઓળખાય છે. આમ ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના કરી હતી. નોંધનીય છે કે આઝાદી પહેલા ભાવનગર બારેમાસી બંદર તરીકે જાણીતું હતું. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ટ્રેન પણ ભાવનગર ચાલતી હતી.

બે ટ્રક સામેસામે અથડાતા મામેરૂ લઈ જતા 10ને ઇજા 2નાં મોત

બે ટ્રક સામેસામે અથડાતા મામેરૂ લઈ જતા 10ને ઇજા 2નાં મોત

પ્રતાપનગરથી ઝઘડીયા તરફ આવી રહેલી ટ્રકના ચાલકે અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક રોડની સાઇડ પર ઉભેલી અન્ય ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. બનાવને પગલે આસપાસના ગામોના લોકો દોડી આવ્યાં હતાં અને 108ને જાણ કરી હતી. નાંદોદ તાલુકાના પ્રતાપનગરથી મામેરૂ લઇ કાંટીદરા ગામે જતાં વસાવા પરિવારના સભ્યોની ટ્રક હરિપુરા ગામ નજીક રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાતાં યુવતી સહિત 2 લોકોના ગંભીર ઇજાને પગલે સ્થળ પર મોત થયાં છે જયારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા .

હિંમતનગરમાં પાટીદાર યાત્રા શરૂ,ચાંપતો પોલીસ બંદોબસ્ત, ઇન્ટરનેટ બંધ

હિંમતનગરમાં પાટીદાર યાત્રા શરૂ,ચાંપતો પોલીસ બંદોબસ્ત, ઇન્ટરનેટ બંધ

સાબરકાંઠાના હિંમતનગરમાં પાટીદારોની એકતાયાત્રા શરૂ થઇ ચૂકી છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાંથી પાટીદારો આ યાત્રામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. આ એકતાયાત્રાને લઇને તંત્રએ અહી 36 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુક્યો છે. વહીવટી તંત્ર દ્વારા રવિવાર સવારે 8 વાગ્યાથી જ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. જે મંગળવાર સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. યાત્રા દરમિયાન કોઇ કાંકરીચાળો ન થાય તે માટે સુરક્ષાનો પણ વિશેષ બંદોબસ્ત કરાયો છે. અને મોટી સંખ્યામાં પોલીસ પાર્ટી ઉતારવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદરો જોડાઈ રહ્યા છે.

પંચમહાલમાં ઘાતક શ્સ્ત્રોથી સજજ લૂંટારૂઓને ઝડપી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પંચમહાલમાં ઘાતક શ્સ્ત્રોથી સજજ લૂંટારૂઓને ઝડપી 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પંચમહાલમાં ધાડ તથા લૂંટને અંજામ આપવા માટે લૂંટારૂ ટોળકી ઘાતક શસ્ત્રો સાથે જઈ રહી હતી. આ અંગેની બાતમી મળતા પંચમહાલ એલસીબની સ્ટાફ દ્વારા ગેંગને ઘોઘંબાના બોર ગામના પાટીયા પાસે ઝડપી પાડ્યા હતા. લૂટારુંઓની ટોળીના 7 સભ્યો સાહતિ બોલેરો ગાડી તથા તમંચો, જીવતા કારતુસ, લાકડીઓ, તલવાર સાથે 4 લાખના મુદ્દામાલ પોલીસે ઝબ્બે કર્યો હતો. આ ધાડપાડુ પાડુ ટોળકીના સભ્યો દેવગઢ બારીયા, સાગારામા, કાંટુ રોડ પર થઇ દામાવાવ પોલીસ સ્ટેશનના ગામડાઓમાં લૂંટ કરવાના ઇરાદે નીકળેલા હોવાની બાતમી પીઆઇ ડી.જે.ચાવડાને મળી હતી. જેના આધારે નાકાબંધી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X