May Weather Forecast : મે મહિનામાં રહેશે ઠંડક, જાણો હવામાન વિભાગની આગાહી

May Weather Forecast : એપ્રિલમાં થયેલા વરસાદ બાદ મે મહિનાની શરૂઆતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે મે મહિના માટે આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 15 મે સુધી સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદ થતો રહેશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે.

મે મહિનામાં 91 ટકા વરસાદ થવાનો અંદાજ છે, જે સરેરાશ કરતા ઘણો વધારે છે. હવામાનમાં આ ફેરફાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થઈ રહ્યો છે, તેથી લોકો મે મહિનામાં વરસાદનો સામનો કરી રહ્યા છે.

May Weather Forecast

મે મહિનામાં પણ વરસાદ પડશે

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, જ્યાં ઉત્તર ભારત વરસાદની ઝપેટમાં રહેશે, તો પૂર્વ અને દક્ષિણ ભારત ગરમીની લપેટમાં આવી શકે છે, મે મહિનાની જેમ ગરમી રહેશે, પરંતુ ઉત્તર ભારતમાં તાપમાન ઓછું રહેશે. જોકે, IMDએ જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હિલચાલ સતત બદલાઈ રહી છે અને તેના કારણે તેની સચોટ આગાહી કરવી હજુ થોડી મુશ્કેલ છે.

મે મહિનામાં હીટ વેવની શક્યતા

IMD એ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, ઉત્તર છત્તીસગઢ અને દરિયાકાંઠાના ગુજરાતમાં પણ હીટ વેવની સ્થિતિની આગાહી કરી છે અને ગરમીની લહેર પણ વધશે.

ફરી એકવાર તેમણે પુનરોચ્ચાર કર્યો છે કે, અલ-નીનોની અસર ચોમાસા પર જોવા મળ,શે પરંતુ સપ્ટેમ્બર મહિનામાં નહીં પણ શરૂઆતના દિવસોમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. મે મહિનામાં, ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદની મોસમ સતત ચાલુ રહેશે.

17 રાજ્યોમાં એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે દિલ્હી-એનસીઆર સહિત 17 રાજ્યોમાં વરસાદની સંભાવના છે, જેના માટે તેણે યલો એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં આજે વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે.

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, કેરળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ-બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને કહેવામાં આવ્યું છે. ઘરે જ રહો બહાર નીકળતી વખતે હવામાનની માહિતી લેવા અપીલ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X