For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 21 વર્ષની ઉંમરે બનશે જજ, ન્યાયિક સેવા ક્ષેત્રમાં રચ્યો ઈતિહાસ

માત્ર 21 વર્ષની ઉંમરે બનશે જજ, ન્યાયિક સેવા ક્ષેત્રમાં રચ્યો ઈતિહાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજસ્થાન ન્યાયિક સેવા 2018ની પરીક્ષામાં જયપુરના મયંક પ્રતાપ સિંહે ઈતિહાસ રચી નાખ્યો છે. માત્ર 21 વર્ષની ઉંમરમાં મયંક પ્રતાપ સિંહ જજ બનશે. તેમણે રાજસ્થાન ન્યાયિક પરીક્ષા પાસ કરી ન્યાયપાલિકાના ઈતિહાસના પાનાં પર પોતાનું નામ લખી નાખ્યું છે અને માત્ર 21 વર્ષની ઉંમરમાં જજ બનનાર તે દેશનો પહેલો યુવાન હશે. પોતાની આ સફળતા પર મયંકે કહ્યું કે સમાજમાં જજોના મહત્વ અને તેમને મળતાં સન્માને મને હંમેશાથી આકર્ષિત કર્યો હતો.

mayank pratap singh

મયંકે કહ્યું કે '2014માં મેં પાંચ વર્ષ માટે એલએલબી કોર્સમાં રાજસ્થાન વિશ્વ વિદ્યાલયમાં એડમિશન લીધું હતું, જે આ વર્ષે પૂરો થયો છે. મારી સફળતા માટે હું બહુ ખુશ છું અને મારા પરિવાર, શિક્ષકો અને શુભચિંતકોનો આભાર વ્યક્ત કરવા માંગું છું. મારી સફળતામાં તેમણે ઘણું યોગદાન આપ્યું છે, જેમના કારણે જ હું પહેલા જ પ્રયત્નમાં આ પરીક્ષા પાસ કરવામાં સફળ થઈ શક્યો.'

જણાવી દઈએ કે ન્યાયિક પરીક્ષામાં સામેલ થવા માટે ન્યૂયનતમ ઉંમર 23 વર્ષની છે, જેને આ વર્ષે જ રાજસ્થાન હાઈકોર્ટે ઘટાડીને 21 વર્ષ કરી દીધી હતી. એવામાં આ પરીક્ષામાં પહેલા જ પ્રયત્ને સફળતા હાંસલ કરી મયંકે ન્યાયિક સેવાના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું અને માત્ર 21 વર્ષની ઉંમરમાં જજ બનનાર તે દેશનો સૌથી યુવા ન્યાયાધીશ હશે. મયંકે કહ્યું કે રાજસ્થાન હાઈકોર્ટનો આ સારો ફેસલો છે કેમ કે આનાથી જજનાં ખાલી પડેલાં પદ જલદી જ ભરાશે.

મયંકે જણાવ્યું કે આ પરીક્ષામાં હું માત્ર એટલા માટે જ સામેલ થઈ શક્યો કેમ કે રાજસ્થાન હાઈકોર્ટે ઉંમર મર્યાદા ઘટાડી દીધી. જો આવું ન થયું હોત તો હું આ પરીક્ષામાં બેસી શક્યો જ ન હોત. મારું માનવું છે કે હાઈકોર્ટના આ ફેસલાથી મને ઘણો ફાયદો થશે અને મારી પાસે સીખવા માટે વધુ સમય હશે અને હું સારી રીતે લોકોની સેવા કરી શકીશ કેમ કે આટલી નાની ઉંમરમાં મારા કરિયરની શરૂઆત કરી રહ્યો છું.

દેશ છોડીને ભાગ્યો સ્વામી નિત્યાનંદ, ગુજરાત પોલિસનો દાવોદેશ છોડીને ભાગ્યો સ્વામી નિત્યાનંદ, ગુજરાત પોલિસનો દાવો

English summary
mayank pratap singh created history by becoming youngest judge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X