For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માયાવતીના મહાસમ્મેલને અખિલેશ સરકારની ઉડાવી ઊંઘ!

|
Google Oneindia Gujarati News

mayavati
લખનઉ, 6 જુલાઇ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સાત જુલાઇના રોજ યોજાનાર બહુજન સમાજ પાર્ટીના બ્રાહ્મણ કાર્યકર્તા મહાસમ્મેલનને લઇને જ્યાં બસપા કાર્યકર્તાઓ ભારે વિશ્વાસ સાથે ઉત્સાહિત છે જ્યારે બીજી બાજું અખિલેશ સરકાર સુરક્ષા વ્યવસ્થાને લઇને માથાકૂટ કરવામાં લાગેલું છે. સમ્મેલનને ધ્યાનમાં રાખતા અત્રે પહોંચનાર ભારે માત્રામાં ભીડને નિયંત્રીત કરવા માટે પ્રશાસન તરફથી સમય પહેલા જ દિશા-નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે.

બસપા તરફથી હજી સુધી રાજ્યમાં અલગ-અલગ સ્થાનો પર બ્રાહ્મણ સમ્મેલન આયોજિત થતા રહ્યા છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે બસપાના બ્રાહ્મણ ચહેરા સતિશ મિશ્ર હાજરી આપતા રહ્યા છે. પાર્ટીના પાછલા એક મહીનાથી ચાલી રહેલા સંમ્મેલનોનું સમાપન બસપાની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી કરશે.

આની વચ્ચે માયાવતીની મહારેલીઓના અનુભવના પગલે તંત્રએ શનિવારે રાત્રે આઠ વાગ્યાથી જ વાહનવ્યવહાર માર્ગોમાં પરિવર્તન કરવાની જાહેરાત કરી દીધી હતી. પ્રશાસન તરફથી ચેતવણી આપવામાં આવી છે કે મહાસમ્મેલન દરમિયાન શહીદ પથ પુલની નીચે રાયબરેલી રોડથી રેલી સ્થળ તરફ વાહન પસાર કરવા નહી દેવાય.

તંત્રના એક અધિકારીએ જણાવ્યું કે વાહનોની પાર્કિંગ માટે પહેલાથી જ સ્થાન નક્કી કરી દેવામાં આવ્યું છે. રાયબરેલી, સુલ્તાનપુર અને ફૈઝાબાદ રોડ તરફથી આવનાર વાહન વૃંદાવન યોજનામાં પાર્ક કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે સીતાપુર અને દરદોઇ રોડ તરફથી આવનાર વાહનો આખિયાનાના રતનખંડમાં પાર્ક કરવામાં આવશે. કાનપુર તરફથી આવનાર વાહનોને માનસરોવર યોજનામાં પાર્ક કરવામાં આવી શકાશે.

English summary
BSP leader Mayavati's mahasammelan become headache for Akhilesh govt. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X