માયાવતીનો મોદી પર હુમલો કહ્યું, મોદી PM પદ માટે ફિટ નથી
લખનૌ, 8 જુલાઇ : બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ના અધ્યક્ષ માયાવતીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પરોક્ષ રીતે નિશાન સાધતા તેમને પ્રાંતવાદી ગણાવ્યા હતા. આ ઉપરાંત એમ પણ જણાવ્યું કે દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહેલી આવી વ્યક્તિ દેશના વડાપ્રધાન પદને ન્યાય આપી શકશે નહીં.
માયાવતીએ બસપાના બ્રાહ્મણ સમાજ ભાઇચારા સંમ્મેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે "ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આફતને કારણે ઉભા થયેલા સંકટના સમયમાં પણ કેટલાક રાજકીય પક્ષો રાજકીય રોટલી શેકવામાંથી ઉંચા આવ્યા ન હતા. અમે એવી પાર્ટીની પણ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ, જેના નેતા દેશના આગામી વડાપ્રધાન બનવાનો દાવો કરી રહ્યા છે. પણ આફતના સમયે માત્ર ગુજરાતના લોકોને બચાવવાની વાત કરી રહ્યા છે."

માયાવતીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જણાવ્યું કે "તમે આવી વ્યક્તિ અંગે પહેલેથી જ અંદાજ લગાવી શકો છો. જે દેશના વડાપ્રધાન બનવાનું સપનું જોઇ રહેલી આવી વ્યક્તિ દેશના વડાપ્રધાન પદને ન્યાય આપી શકશે નહીં. આપે આ બાબત ધ્યાનમાં રાખવી પડશે."












Click it and Unblock the Notifications
