રાજસ્થાન-એમપીમાં રાજકીય દુશ્મનાવટના કેસ પાછા લો નહિતર સમર્થન પાછુઃ માયાવતી

બસપા સુપ્રીમો માયાવતીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર પાસેથી સમર્થન પાછુ લેવાની ધમકી આપી છે.

બસપા સુપ્રીમો માયાવતીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર પાસેથી સમર્થન પાછુ લેવાની ધમકી આપી છે. બસપા સુપ્રીઓએ કહ્યુ છે કે ભાજપના શાસનકાળમાં રાજકીય અને જાતિગત દ્વેષના કારણે આ રાજ્યોમાં લોકો સામે નોંધાયેલા કેસ પાછા લેવામાં આવે નહિતર બસપા આ બંને રાજ્યોમાં પોતાનું સમર્થન પાછુ લઈ લેશે. માયાવતીના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે.

mayawati

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ મધ્ય પ્રદેશના વિધિ તેમજ વિધાયી કાર્યમંત્રી પી સી શર્માએ કહ્યુ હતુ કે પૂર્વની ભાજપ સરકારમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ સામે રાજકારણથી પ્રેરિત થઈને નોંધાવેલા કેસ પાછા લેવામાં આવશે. પી સી શર્માએ કહ્યુ હતુ, 'હું પોતાના વિભાગના પ્રમુખ સચિવ સાથે જલ્દી આ મામલે પ્રસ્તાવ તૈયાર કરવા અંગે વાત કરીશુ. પ્રસ્તાવ તૈયાર થયા બાદ આગળની કાર્યવાહી કરવા માટે સીએમ કમલનાથી સામે રજૂ કરવામાં આવશે.'

તેમણે કહ્યુ હતુ કે આંદોલનોમાં શામેલ થનારા સરકારી કર્મચારીઓ અને નેતાઓ સામે નોંધાયેલા કેસો પાછા લેવા માટે વિચાર કરવામાં આવશે. હવે કોંગ્રેસ મંત્રીના આ નિવેદન બાદ બસપા સુપ્રીમોનું નિવેદન આવ્યુ છે ત્યારબાદ રાજકારણ ગરમાતુ જોવા મળી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X