ભગવાન રામની મૂર્તિ બની શકે છે, તો મારી કેમ નહીં: માયાવતી
બસપા સુપ્રીમો માયાવતીએ હાથીઓની પ્રતિમા પર પૈસા ખર્ચ કરવા મામલે સુપ્રીમકોર્ટમાં હલકનામું દાખલ કર્યું છે.
બસપા સુપ્રીમો માયાવતીએ હાથીઓની પ્રતિમા પર પૈસા ખર્ચ કરવા મામલે સુપ્રીમકોર્ટમાં હલકનામું દાખલ કર્યું છે. પોતાના જવાબમાં માયાવતીએ મૂર્તિ લગાવવાને યોગ્ય ગણાવ્યું છે. માયાવતીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામની 221 મીટર ઉંચી પ્રતિમા લાગી શકે છે, તો મારી કેમ નહીં? માયાવતીએ પોતાના હલકનામામાં કહ્યું કે આ દેશમાં મૂર્તિઓ લગાવવાની જૂની પરંપરા રહી છે.
આ પણ વાંચો: બસપા સુપ્રીમો માયાવતી પર ફિલ્મ? લીડ રોલમાં જોવા મળી શકે છે આ અભિનેત્રી

કોંગ્રેસના શાશનમાં નહેરુ અને રાજીવની મૂર્તિઓ લાગી: માયાવતી
સુપ્રીમકોર્ટના નોટિસ પર માયાવતીએ હલકનામું દાખલ કરતા કહ્યું કે આ દેશમાં કોંગ્રેસના શાશનકાળમાં જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી, પીવી નરસિમ્હા રાવની મૂર્તિઓ લગાવવામાં આવી છે. તેના પર કરોડો રૂપિયા સરકારી તિજોરીથી ખર્ચ કરવામાં આવ્યા છે. પરંતુ તે સમયે કોઈ મીડિયાએ તેના પર સવાલ કર્યા નહીં અને કોઈએ સુપ્રીમકોર્ટમાં અરજી પણ દાખલ કરી નહીં.

ગુજરાતમાં સરદાર પટેલની મૂર્તિ પર પણ સવાલ કર્યો
માયાવતીએ ગુજરાતમાં સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા લગાવવા પર પણ સવાલ ઉભા કર્યા છે. માયાવતીએ કહ્યું કે યુપીની યોગી આદિત્યનાથ સરકાર અયોધ્યામાં 221 મીટર ઉંચી ભગવાન રામની મૂર્તિ બનાવવાની યોજના બનાવી રહી છે. લખનવમાં અટલ બિહારી વાજપેયી, મુંબઈમાં શિવાજી, આંધ્રપ્રદેશમાં વાયએસ રાજશેખર રેડ્ડીની મૂર્તિ લાગી શકે છે તો મારી કેમ નહીં? અમરાવતીમાં એનટી રામારાવની મૂર્તિ પર 150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા જયારે ચેન્નાઈમાં જયલલિતાની સમાધિ સ્થળ પર 50 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

મારુ આખું જીવન દલિતોને સમર્પિત કરી દીધું: માયાવતી
માયાવતીએ કહ્યું કે તેમને પોતાની આખું જીવન દલિતોને સમર્પિત કરી દીધું. પોતાના આ સમર્પણને કારણે તેમને લગ્ન નથી કર્યા. તેમને જનતાની આશાઓ પુરી કરવા માટે મૂર્તિઓ બનાવી. માયાવતીએ કહ્યું કે જયારે-જયારે હું ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી રહી ત્યારે મેં દલિતોના વિકાસ માટે ઘણા કામો કર્યા. ગરીબો અને દલિતોની ઈચ્છા હતી એટલા માટે આ મૂર્તિઓ બનાવવામાં આવી.












Click it and Unblock the Notifications
