માયા પણ કુંવારી અને મોદી પણ કુંવારા, બંનેના સંબંધ પાક્કા: સપા નેતા
શામલી, 30 માર્ચ: લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, નેતાઓના વિવાદિત નિવેદનોનું જાણે પૂર આવી ગયું છે. ઉત્તર પ્રદેશના કૈરાના લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાહિદ હસને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને બસપા સુપ્રીમો માયાવતીની વિરુદ્ધ ખૂબ જ આપત્તિજનક અને ગેરજવાબદારીપૂર્ણ નિવેદન આપ્યું છે. હસનના આ નિવેદન બાદ વિવાદ શરૂ થઇ ગયો છે. આ વિવાદાસ્પદ નિવેદનને લઇને નાહિદ હસન પર કેસ નોંધવામાં આવ્યો છે. મોદી અને માયાવતી પર પ્રહાર કરતા હસને કહ્યું કે માયાવતી અને નરેન્દ્ર મોદીનો જૂનો સંબંધ છે.
નાહિદે બસપા સુપ્રીમો માયાવતી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે માયાવતી ભાજપ નેતા નરેન્દ્ર મોદીના ખોળામાં ત્રણ વાર બેસી ચૂકી છે. સપા નેતાએ જણાવ્યું કે માયા પણ કુંવારી છે અને મોદી પણ કુંવારે, બંનેનો સંબંધ પાક્કો' સપા નેતા નાહિદ હસને જણાવ્યું કે માયાવતીએ પહેલા તેમના દાદા સાથે દુશ્મનાવટ વ્હોરી હતી. તેમનો અર્થ હતો કે 1984ના લોકસભા ચૂંટણીમાં તેમના બાબા અખ્તર હસને માયાવતીને હરાવ્યા હતા. ત્યારબાદ લખનઉમં ગેસ્ટ હાઉસ કાંડ તેમના પિતા મુનવ્વર હસનનું નામ પણ ઉછાળ્યું હતું. હવે જો માયાવતી તેમના સામે પ્રચાર કરવા આવે છે તો તેઓ તેને પણ જોઇ લેશે.













Click it and Unblock the Notifications
